Sardar Gurjari

મંગળવાર, તા. ૧૯ જાન્યુઆરી, ૨૦૨૧, પોષ સુદ ૬, વિ.સં. ૨૦૭૭, વર્ષ -૨૦, અંક -૨૧૨

મુખ્ય સમાચાર :
આણંદમાં ઇરમાના ૪૦મા સ્થાપના દિનની ઉજવણી
આધુનિક યુગમાં ગ્રામ્ય-ખેતી તરફ પાછા વળવાનો મંત્ર આપતા ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ
મેનેજમેન્ટ શબ્દ હમણાં ઉભર્યો છે પણ ડો.કુરિયન ૪૦ વર્ષ અગાઉ તેનું મહત્વ સમજયા હતા: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
15/12/2019 00:12 AM Send-Mail
હમણાંથી 'મેનેજમેન્ટ' બહુ છવાયું છે, આવતીકાલે સરદાર યુનિ.માં પદવીદાન અને સરદાર નિર્વાણદિન : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ઇરમામાં સંબોધન દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, હમણાંથી ટાઇમ મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ વગેરે મેનેજમેન્ટ બહુ છવાયું છે. આવતીકાલે સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ છે અને આવતીકાલે સરદાર પટેલનો નિર્વાણદિન પણ. આને ટાઇમ મેનેજમેન્ટ ગણવું કે યોગાનુયોગ.

પહેલા ખેતીવાડીમાં હતો ત્યારે આણંદમાં બહુુ બોલાવતા હતા પણ ... : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના વકતવ્ય દરમિયાન કેટલીક રમૂજી બાબતો પણ વર્ણવી હતી. તેઓએ કહ્યું હતું કે, પહેલા હું સરકારના ખેતીવાડી વિભાગમાં હતો ત્યારે મને આણંદ વારંવાર બોલાવતા હતા. જો કે હવે હું એજયુકેશન વિભાગમાં છું અને આ વિભાગ બધા વિભાગો સાથે જોડાયેલો છે માટે મને બોલાવ્યા કરો... આ સાંભળીને સભાગૃહમાં હાસ્યનું મોજું રેલાયું હતું.

ભારતના ભાગ્યને દિશા આપનાર મહાન પુરૂષોની ભૂમિ પર હોવાનો ગર્વ થાય છે : ઉપરાષ્ટ્રપતિ
આણંદમાં ઇરમાના સ્થાપનાદિન સમારોહમાં મુખ્ય અતિથિપદે ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ ગુજરાતીમાં સંબોધનની શરુઆત કરતા કહ્યું હતું કે, ઇરમાના સ્થાપના પર્વ નિમિત્તે આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેતા મને ગર્વની લાગણી થાય છે. મને ખુશી છે કે હું એવા મહાપુરૂષોના જન્મ અને કર્મસ્થળની મહાન ભૂમિ પર ઉભો છું જેઓએ ભારતના ભાગ્યને દિશા આપી છે.

સ્ટેજ નજીક પહોંચતા ઉપરાષ્ટ્રપતિએ ડો.અમૃતા પટેલને પૂછયું 'કૈસે હો ?'
ઇરમાના સ્થાપના દિન ઉજવણી સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સહિત મહાનુભાવો ૧૧-૧પ કલાકે સભાગૃહમાં આવી પહોંચ્યા હતા. સ્ટેજ પર જવા માટેના દાદર નજીક ઉભેલા ડો.અમૃત પટેલને ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ કૈસે હો? કહીને ક્ષેમકુશળ પૂછયા હતા.

ઉપરાષ્ટ્રપતિની ટૂંકી રાજકીય ટકોર : ગાંધીજીએ કહ્યું હતું કે કોંગ્રેસ બંધ કરો
ઇરમાના સમારોહમાં સંબોધન દરમિયાન ઉપરાષ્ટ્પતિએ એક પ્રસંગે ટાંકયું હતું કે, આઝાદી બાદ પૂ.ગાંધીજીએ કહ્યું હતું કે, કોંગ્રેસને બંધ કરો. કોંગ્રેસ મૂવમેન્ટ પાર્ટી છે. આઝાદી બાદ મૂવમેન્ટ થતી ગઇ...જો કે પૂ. ગાંધીજીની સલાહની વધુ ચર્ચા અયોગ્ય હોવાનું કહીને ઉપરાષ્ટ્રપતિએ વાતને ટૂંકાવી દીધી હતી.

આણંદમાં ઇન્સ્ટિટયૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઇરમા)ના ૪૦મા સ્થાપન દિનની ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ વિશેષ ઉપસ્થિત રહીને દેશના સર્વાગી વિકાસ માટે ગામડાઓનો વિકાસ જરૂરી હોવાની વાત પર ખાસ ભાર મૂકયો હતો. દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલરના આંકે પહોંચાડવા અસરકારક ગ્રામીણ વ્યવસ્થાપન દ્વારા ઇરમા પોતાનું યોગદાન આપે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

સમારોહના પ્રારંભમાં બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનના સૂર લહેરાતા સૌએ પોતાની જગ્યાએ ઉભા થઇને તેમાં સૂર પુરાવ્યો હતો. ત્યારબાદ ઇરમાના ચેરમેન દિલીપ રથે ઇરમાની ૪૦ વર્ષની શૈક્ષણિક-વિકાસ યાત્રા વર્ણવતા જણાવ્યું હતું કે, ગ્રામીણ આજીવિકા અને ગ્રામીણ જીવનની ગુણવત્તા સુધારવા ઇરમા કટિબદ્વ છે. ઇરમાના ૩ હજાર જેટલા પ્રોફેશનલ પૈકી ૬૦ ટકા પ્રોફેશનલ ગ્રામીણક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. રાજય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હિન્દીમાં સંબોધનની શરુઆત કરીને ઇરમાને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ ઇરમાના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે,ગાંધીજીએ કહ્યું હતું કે, ગામ આબાદ-કૃષિ આબાદ તો જ દેશ આબાદ. આબાદ શબ્દમાં મેનેજમેન્ટ સંકળાયેલ છે. ભવિષ્યમાં ઇરમાએ વોટર મેનેજમેન્ટ પણ કરવું પડશે તેમ જણાવતા શિક્ષણમંત્રીએ ઉમેર્યુ હતું કે, વાજપેયીજીએ અગાઉ કહ્યું હતું કે, ભવિષ્યમાં ત્રીજું વિશ્વયુદ્વ પાણી માટે થઇ શકે છે.

સમારોહના મુખ્ય અતિથિ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ પ્રવચનના પ્રારંભમાં સૌને નમસ્કાર કરીને આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેતા ગર્વની લાગણી થાય છે તેમ ગુજરાતીમંા બોલતા જ સભાગૃહમંા તાળીઓનો ગડગડાટ થયો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ગ્રામિણ વિકાસને સમર્પિત ઇરમા સંસ્થા પૂ. ગાંધીજીન સ્વપ્નોને સાચા અર્થમાં સાકાર કરી રહી છે. અસરકારક ગ્રામીણ વ્યવસ્થાપન દ્વારા ઇરમા સમગ્ર દેશની ૭૦ ટકા ગ્રામીણ વસ્તીન જીવનધોરણમાં સકારાત્મક બદલાવ લાવી રહી છે. ઉપરાષ્ટ્રપતિએ ગ્રામિણ અર્થકારણ અને ગામડાઓને મજબૂત બનાવવા માટે ખેતી તરફ વળવા ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરવા અને આધુનિક યુગમાં જીવનશૈલીમાં બદલાવ લાવવાની હિમાયત કરી હતી. કેન્દ્ર સરકારે ગામડાઓના વિકાસને પ્રાધાન્ય આપી ગામડાઓમાં માળખાગત સુવિધાઓ એવી વીજળી, પાણી, રસ્તા, સ્વચ્છતા અને શૌચાલયોનું નિમાર્ણ કર્યુ છે. છેલ્લા પ વર્ષમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બે લાખ કિ.મી.ના રસ્તાનું નિર્માણ કરાયું છે અને યોજનાના ત્રીજા તબકકામાં વધુ ૧.રપ લાખ કિ.મી.ન રસ્તાનું નિર્માણ કરાશે તેમ તેઓએ જણાવ્યું હતું. આ અવસરે ઉપરાષ્ટ્રપતિ સહિત મંચસ્થ મહાનુભાવોએ ઇરમાની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યુ હતું. ઉપરાષ્ટ્રપતિએ એનડીડીબી ખાતે ઇરમા, અમૂલ, એનડીડીબી, જીસીએમએમએફની વિકાસગાથા દર્શાવતા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી બક્ષવામાં મહિલાઓનો સક્રિય ફાળો હોવાની વાત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે,સમગ્ર દેશમાં ગુજરાતનું ગ્રામીણ અને કૃષિ વિકાસ તથા મહિલા સશકિતકરણની દિશામાં આગવું પ્રદાન રહ્યું છે. અમૂલ મોડેલે ગ્રામીણ અને મહિલા સશકિતકરણનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. દેશના ગામડાઓના સર્વાગી વિકાસ માટે આજથી ૪૦ વર્ષઅગાઉ ઇરમાની સ્થાપના કરવા બદલ શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગિસ કુરિયનના યોગદાનને બિરદાવ્યું હતું. ઇરમાના વિદ્યાર્થીઓને શીખ આપતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તમારું ભાવિ ખૂબ જ ઉજજવળ છે.નવા પડકારો પણ છે. ત્યારે પડકારોને ઝીલી લઇને શેર એન્ડ કેરની ફીલોસોફી સથે સીએસઆરને બદલે પીએસઆર (પર્સનલ સોશિયલ રીસ્પોન્સીબીલીટી)ને અનુસરવા અનુરોધ કર્યો હતો. ઇરમાના નિયામક ડો.હિતેષ ભટ્ટે આભારવિધિ કરતા ઉપરાષ્ટ્રપતિ સહિત ઉપસ્થિત મહેમાનો સહિત સૌનો આભાર વ્યકત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ૪૦ વર્ષ અગાઉ ઇરમાની સ્થાપના માટે સરકાર દ્વારા ૬૦ એકર જમીન આપવામંા આવી હતી. જેના પર સ્થપાયેલ ઇરમા દ્વારા ખેડૂતો અને કૃષિક્ષેત્રે ગ્રામ્ય અર્થતંત્રને સંલગ્ન નોંધનીય કામગીરી થઇ રહી છે. આ પ્રસંગે એનડીડીબીના પૂર્વ ચેરમેન ડો.અમૃતા પટેલ, રાજયસભા સાંસદ લાલસિંહ વડોદીયા, સાંસદ મિતેષભાઇ પટેલ, આણંદ પાલિકા પ્રમુખ કાન્તિભાઇ ચાવડા, ઇરમાના બોર્ડ મેમ્બર, ફેકલ્ટી, એલ્યુમની સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વલાસણ સ્થિત હેલીપેડ ખાતે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ આવી પહોચતા રાજય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજયસભાના સાંસદ લાલસિંહ વડોદીયા, સાંસદ મિતેષભાઇ પટેલ, રેન્જ આઇજી એ.કે.જાડેજા, કલેકટર દિલીપ રાણા, જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાાણે પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માસભર આવકાર આપ્યો હતો.

અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ધુમ્મસના કારણે ૪૦થી વધુ વાહનો ટકરાતાં અકસ્માત

આણંદ : દુકાનદારોએ દબાણ કરેલા ઓટલા તોડી પડાયા, ફૂટપાથ ખુલ્લી કરાઇ

આણંદમાં સ્ટ્રોમ વોટર લાઇનની અધૂરી છોડાયેલી કામગીરીથી સ્થાનિકો ત્રાહિમામ

અમદાવાદથી કેવડીયા જતી ટ્રેનનું આણંદ ખાતે પોલીસ બેન્ડની સુરાવલી સાથે સ્વાગત

ટેગિંગ અભિયાન : રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આણંદ જિલ્લામાં ૪.૬ર લાખ પશુઓને ટેગ લગાવાયા

આણંદમાં મોડીરાત્રે બાઈકર્સ ગેંગની રેસથી નગરજનોમાં ભય

આણંદ જિલ્લામાં પ૬ વ્યકિતઓને વીજ ચોરી બદલ ૭.પ૮ લાખનો દંડ

આણંદ જિલ્લામાં અકસ્માતોના પગલે ખંભાત, બાંધણી રોડના ત્રણ માર્ગો બ્લેક સ્પોટ જાહેર