Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
વિદ્યાનગર : ઉપરાષ્ટ્રપતિએ ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીના સ્થાપના પટલનું કર્યુ ડિજિટલ વિમોચન
નવીન વિશ્વ વિદ્યાલય ગ્રામ સમાજના સશકિતકરણ માટે ઉપયોગી શિક્ષણ આપે : ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનાર લોકોના નિર્માણમાં પણ ચારૂતર વિદ્યામંડળનો ઘણો ફાળો છે : મુખ્યમંત્રી રૂપાણી : કોઇપણ શિક્ષણ સંસ્થા સામાન્ય નથી હોતી, તે વિદ્યાર્થીને અસામાન્ય ઊંચાઇએ પહોંચાડી શકે છે : અનિલ નાયક, ગૃપ ચેરમેન-એલ એન્ડ ટી ગૃપ
15/12/2019 00:12 AM Send-Mail
એસ.પી.રોડ એટલે હું સુપ્રિ. ઓફ પોલીસનો રોડ સમજતો હતો : ઉપરાષ્ટ્રપતિ
વિદ્યાનગર ખાતે યોજાયેલ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા અંગ્રેજો ભારતમાંથી જતા રહ્યા છે પણ આપણા ભારતીયોના મગજમાંથી અંગ્રેજી નીકળતું નથી. આણંદના રસ્તાઓના નામ અંગે ટકોર કરતા તેઓએ જણાવ્યું હતું કે, શહેરમાં એમ.જી. રોડ છે. મને એમ કે એમ.જી.રોડ એટલે શું? તપાસ કરતા જાણવા મળ્યું કે, મહાત્મા ગાંધી રોડ.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરના એસ.પી. રોડને હું સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ રોડ સમજતો હતો. પણ પાછળથી જાણવા મળ્યું કે, તે સરદાર પટેલ રોડ છે. આપણે મહાત્મા ગાંધીને એમ.જી. તરીકે નાના કરી દીધાની હળવી ટકોર તેઓએ કરી હતી.

માતૃભાષા આંખ અને અન્ય ભાષા ચશ્માં સમાન છે, આંખ ન હોય તો ચશ્માં શું કામના ?: ઉપરાષ્ટ્રપતિ
પ્રાથમિક સ્તરે બાળકને માતૃભાષામાં શિક્ષણ મળવું જોઇએનો અનુરોધ કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, દરેક વ્યકિતએ સૌપ્રથમ પોતાની માતૃભાષા બોલવી જોઇએ. ત્યારબાદ અન્ય ભાષાઓનો ઉલ્લેખ કરવો જોઇએ. માતૃભાષા આંખ સમાન છે અને અન્ય ભાષાઓ ચશ્માં જેવી છે. જો આંખ જ ના હોય તો ચશ્માં શું કામના ?નો વેધક સવાલ તેઓએ કર્યો હતો. સંસદની કાર્યવાહી દરમ્યાન દરેક સાંસદને પોતાની માતૃભાષામાં રજૂઆત કરવાનું જણાવ્યું છે અને તેનો અમલ પણ થઇ રહ્યાનું ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું.

વલ્લભ વિદ્યાનગરમાં ચારૂતર વિદ્યામંડળના અમૃત મહોત્સવ પ્રસંગની ઉજવણી અંતર્ગત ચારૂતર વિદ્યામંડળ વિશ્વ વિદ્યાલયના સ્થાપના પટલનું ઉપરાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડિજિટલ વિમોચન કરાયું હતું. ઉપરાષ્ટ્રપતિએ સીવીએમ યુનિવર્સિટીના બદલે ચારૂતર વિદ્યામંડળ વિશ્વ વિદ્યાલય તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં યોજાયેલ સમારોહમાં મંચસ્થ મહાનુભાવોનું બેન્ડ સાથે સ્વાગત કરાયું હતું. ત્યારબાદ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને મંચસ્થ મહાનુભાવોનું અભિવાદન કરાયું હતું. જેમાં સીવીએમના પ્રમુખ પ્રયાસ્વિનભાઇ પટેલ દ્વારા ઉપરાષ્ટ્રપતિને મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. જયારે સીવીએમના ચેરમેન ભીખુભાઇ પટેલે મુખ્યમંત્રી રૂપાણીનું, સીવીએમના ઉપપ્રમુખ મનીષભાઇ પટેલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોમેન્ટો, શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. સાંસદ મિતેષભાઇ પટેલે મહાનુભાવોને સરદાર પટેલની પ્રતિમા અર્પણ કરીને સ્વાગત કર્યુ હતું. સીવીએમના પૂર્વ વિદ્યાર્થી અને એલ એન્ડ ટીના ગૃપ ચેરમેન અનિલ નાયકે સૌને આવકારીને પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવતીકાલે ૧૫ ડિસે. સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિના પૂર્વ દિને આજે સીવીએમના ૭પ વર્ષની ઉજવણી કાર્યક્રમમાં એકત્ર થયેલ સૌને શુભકામના પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ચારૂતર વિદ્યામંડળ હવે યુનિવર્સિટી બની રહી છે, તે વિશ્વવિદ્યાલયનું સ્વરૂપ, માન્યતા પ્રાપ્ત કરી છે ત્યારે આનંદ થાય છે કે વિદ્યાર્થીને અભ્યાસ, અભ્યાસક્રમ સાથે જોડયા તેટલું જ નહિ પરંતુ ચારિત્ર્ય નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ થયું છે. રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનાર લોકોના નિર્માણમાં પણ ચારૂતર વિદ્યામંડળનો ઘણો ફાળો છે. વધુમાં સીવીએમને વિશ્વવિદ્યાલય શરુ કરવા માટે રાજય સરકાર દ્વારા માન્યતા આપવામાં નિમિત્ત બન્યાનો આનંદ વ્યકત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલના સહકારી મંડળી થકી ગ્રામોત્થાન અને શિક્ષણ થકી સમાજ સુધારણા સહિતના સ્વપ્નો સાકાર થયા છે. સીવીએમ પાસે ભવ્ય ઇતિહાસની સાથોસાથ માનવીય મૂલ્યો છે અને વિકાસની કલ્પનાને પણ સાકાર કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસની તક આપવા માટે રાજય સરકારે કાર્યક્રમો અમલી કર્યા છે. સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત આગામી વર્ષ અંદાજે ૧૦ હજાર જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણવા આવશે. સમારોહના મુખ્ય અતિથિ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ અંગ્રેજી શીખો, હિન્દી કે અન્ય કોઇપણ ભાષા શીખો પરંતુ સૌથી પહેલા માતૃભાષા શીખો એવી લાગણી વ્યકત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ અપાય તે ઇચ્છનીય છે. તેઓએ સરદાર પટેલને રાષ્ટ્રની એકતાના યુગપુરૂષ તરીકે મૂલવીને આંદરાજલિ અર્પી હતી અને ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચારોને અનુરુપ શિક્ષણ આપવા અને તેના મૂલ્યોનું સંવર્ધન કરવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં ઉપરાષ્ટ્રપતિએ ચારૂતર વિદ્યામંડળ વિશ્વ વિદ્યાલયને ગ્રામ સમાજના સશકિતકરણ માટે ઉપયોગી શિક્ષણ, ગામડામાંથી શહેરો તરફની હિજરત અટકે તેવું શિક્ષણ આપવા અને પોતાના અભ્યાસક્રમોમાં શિલ્પકારો અને અન્ય ગ્રામીણ કલાકારીગરોની કલા કારીગરી વધુ વિકસિત બને તેવી બાબતોનો સમાવેશ કરવા, એમના ઉત્પાદનોના વેચાણ માટે બજારો ઉપલબ્ધ કરાવીને તેમને મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેઓએ ચારૂતર વિદ્યામંડળ વિશ્વ વિદ્યાલય મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઇ જેવા તેજસ્વી વિદ્યાર્થીઓનું ઘડતર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેઓએ બાબુભાઇ જશભાઇ પટેલ, કેશુભાઇ પટેલ, એચ.એમ.પટેલના યોગદાનને યાદ કર્યુ હતું. આ પ્રસંગે સીવીએમના પૂર્વ વિદ્યાર્થી અને એલ એન્ડ ટીના ગૃપ ચેરમેન અનિલ મણીભાઇ નાયકનું સન્માન કરીને ઉપરાષ્ટ્રપતિએ પ્રશસ્તિપત્ર પ્રદાન કરવાની સાથે શાલ ઓઢાડી હતી. અનિલ નાયકે સન્માનનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, પહેલા નંબરે રહેવાની જીજીવિષા રાખવાના બદલે સર્વાગી શિક્ષણ ગ્રહણ કરવાની નેમ રાખવી જોઇએ. વધુમાં રાષ્ટ્રનિર્માણ કરવા માટે તેમજ સમાજ અને દેશ માટે સમય ફાળવવા ભલામણ કરી હતી. સીવીએમના અધ્યક્ષ ભીખુભાઇ પટેલે સંસ્થાના ઉજજવળ શૈક્ષણિક ઇતિહાસની ઝાંખી કરાવવાની સાથે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ અહીં શરુ થઇ હતી. તેમણે સીવીએમ વિશ્વવિદ્યાલય શરુ કરવા માટેની માન્યતા આપવા બદલ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સમારોહ પૂર્ણ થયા બાદ ઉપરાષ્ટ્રપતિ મંચ પરથી નીચે ઉતરીને વરિષ્ઠ નાગરિકોને રુબરુ મળ્યા હતા. બાદમાં પાછળની હરોળમાં બેઠેલ આચાર્યો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને રુબરુ મળીને ખબરઅંતર પૂછયા હતા. સમારોહમાં અનુપમ મિશનના પૂ.જશભાઇ સાહેબ અને સંતો,રાજય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્રભાઇ પટેલ, ડો.અમૃતાબેન પટેલ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇ, સાંસદ મિનેષભાઇ પટેલ, ચારૂતર વિદ્યામંડળના પ્રમુખ પ્રયાસ્વિનભાઇ પટેલ સહિત ટ્રસ્ટીગણ-હોદ્દેદારો, જિલ્લાના અગ્રણીજનો, વિવિધ સંસ્થાના પદાધિકારી, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આણંદમાં કોવિડ હોસ્પિટલ, કલેકટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની કચેરીઓ પાસે ફાયર NOC જ નથી!

અમૂલ ચૂંટણી જંગ : બીજા દિવસે ચેરમેન, વાઇસ ચેરમેન સહિત રર ઉમેદવારી પત્રો ભરાયા

ભારતની બોંગા સરહદેથી દેશમાં ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓ

સ.પ.યુનિ. સંલગ્ન આણંદ-ખેડા જિલ્લાની ર૦ કોલેજોમાં બી.એડની ઓફલાઇન પરીક્ષા

આજે નાગ પાંચમ સાથે જન્માષ્ટમી પર્વનો આરંભ

આણંદ જિલ્લામાં આવેલ પાંચ રેલવે ફાટક પર બ્રીજની કામગીરીને વહીવટી મંજૂરી

અમૂલ ચૂંટણી : ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે ૫ બ્લોકમાંથી ૫ ફોર્મ ભરાયા

આણંદવાસીઓ સાવચેત : શહેરના જાહેર માર્ગો પર જન્માષ્ટમી સુધી ગાયોને હરવા-ફરવાની છૂટ !