Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦, પોષ વદ ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૧૦

મુખ્ય સમાચાર :
પ્રશાંત કિશોર આમ આદમી પાર્ટી સાથે : આવતા વર્ષે થનાર વિ.સભા ચૂંટણી માટે પ્રચાર કરશે
પંજાબમાં કોંગ્રેસને જીતાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી : ‘અબકી બાર ૬૭ પાર’ : સિસોદિયા
15/12/2019 00:12 AM Send-Mail
દિલ્હીમાં આવતા વર્ષના પ્રારંભમાં થનારી વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી એકદમ સક્રિય થઇ ગઇ છે. પાર્ટીએ ચૂંટણી રણનીતિકાર તરીકે દેશભરમાં ચર્ચિત પ્રશાંત કિશોરન પણ પોતાની સાથે લઇ લીધા છે. ખુદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી.

એટલું જ નહીં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કેજરીવાલન ટ્વીટને રીટ્વીટ કરતાં લખ્યું છે, અબકી બાર ૬૭ પાર. આ નારો ભલે ભાજપના અબકી બાર મોદી સરકારની તર્જ પર હોય પરંતુ પ્રશાંત કિશોર સાથે આવ્યા બાદ આમ આદમી પાર્ટીની આશાઓ અવશ્ય જીવંત થઇ છે.

આપના સંયોજક કેજરીવાલે લખ્યું, એ જણાવતા ખુશી થઇ રહી છે કે આઇ-પેક અમારી સાથે જોડાઇ ગયા છે. તમારૂ સ્વાગત છે. ઉલ્લેખનીય છે કે આઇપેક એટલે ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી પ્રશાંત કિશોરની સંસ્થા છે જે ચૂંટણી મેનેજમેન્ટનું કામ કરે છે. એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂકેલા પ્રશાંત કિશોરી ગણના દેશના મોટા રણનીતિકારોમાં થાય છે. પંજાબની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ માટે કામ કર્યું હતું. ખુદ આઇપેકે પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હોવાની માહિતી આપી છે. આઇપેકે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર અરવિંદ કેજરીવાલે ટેગ કરતાં લખ્યું, પંજાબની ચૂંટણી પરિણામો બાદ અમને એ ખબર હતી કે તમે સૌથી મજબૂત વિપક્ષ હતી જેનો અમે સામનો કર્યો. તમારી સાથે જોડાવા પર ખુશી છે.