Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
ગુજરાત : બિનસચિવાલય પરીક્ષા રદ થવાની શક્યતા
એફએસએલ રિપોર્ટમાં પેપર લીકના પુરાવા-સીસીટીવી ફૂટેજ સાચા હોવાનો ખુલાસો : સીટ રિપોર્ટના આધારે પરીક્ષા રદ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી પર છોડવામાં આવ્યો : સોમવારે મોટી જાહેરાત થઇ શકે
15/12/2019 00:12 AM Send-Mail
કોઇ પણ કારણ આપ્યા વિના માત્ર મેસેજ કરી જાણ કરાઇ : ગુજરાત સરકાર પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલની પરીક્ષા રદ કરી
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી નોકરીઓની ભરતી મામલે ઘણા વિવાદો ચાલી રહ્યા છે. થોડા સમય પહેલા જ ગૌણ સેવાની પરીક્ષાનું પેપર લિક થવાના કારણે વિવાદ જનમ્યો હતો. ત્યારબાદ હવે ફરીથી તેવી જ પરિસ્થિતિનું સર્જન થવા જઈ રહ્યું છે. ગુજરાત સરકારે સરકારી વીજ કંપની પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ માટે ૧૫૦ એન્જિનિયર્સ અને ૭૦૦થી વધુ કલાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. પરીક્ષા રદ્દ કર્યાની જાણકારી પણ ઉમેદવારોને મેસેજ દ્વારા આપવામાં આવી હતી. ઉમેદવારોને કયા કારણોસર પરીક્ષા રદ્દ કરી હોવાની કોઈ પણ જાણકારી આપ્યા વગર જ ફક્ત એક મેસેજ મોકલીને આ અંગે જાણ કરાઈ છે. પરીક્ષા રદ્દ કરાઈ હોવાની માહિતી મળતાની સાથે જ ઉમેદવારોનો ગુસ્સો ફાટી નિકળ્યો છે. આ પરીક્ષા માટેના ફોર્મ વર્ષ ૨૦૧૮ના જુલાઈ મહિનામાં ભરવામાં આવ્યા હતા. આ પરીક્ષાની ફી લેખે ઉમેદવારો પાસેથી ૫૦૦ રૃપિયાની રકમ વસૂલવામાં આવી હતી.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૭ નવેમ્બરના રોજ યોજાયલી બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી સીટને આજે ૧૦ દિવસ પૂર્ણ થઇ ગયા છે. આજે આવલા એફએસએલ રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે બિનસચિવાલય પરીક્ષા રદ થઇ શકે છે. સીટ રિપોર્ટના આધારે પરીક્ષા રદ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી પર છોડવામાં આવ્યો છે. આ અંગે સોમવારે મોટી જાહેરાત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે મળેલી બેઠકમાં એફએસએલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

આ પહેલા ૪ ડિસેમ્બરના રોજ પરીક્ષાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું જેને પગલે રાજ્ય સરકારે ૫ ડિસેમ્બરના રોજ સીટની રચના કરી ૧૦ દિવસમાં રિપોર્ટ આપવાની જાહેરાત કરી હતી. આ મામલે આજે આંદોલનની આગેવાની લેનારા યુવરાજસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકાર રચેલી સીટ સમક્ષ ઉમેદવારો વતી ચારેય આગેવાનોની બે વખત બેઠક મળી હતી. જેમાં આંદોલનકારીઓએ પેપરલીકના તેમજ ગેરરીતિના પુરાવાઓ રજૂ કર્યા હતાં. તેમજ પુરાવારૂપે આપેલા મોબાઇલ પણ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.