Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
આજથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત
ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલ ટેક્સ ભરવો પડશે : દરેક ટોલ પર એક લેન ફાસ્ટેગ વિનાની ગાડીઓ માટે હશે
15/12/2019 00:12 AM Send-Mail
ક્યાંથી મળશે ફાસ્ટટેગ?
- ફાસ્ટેગના વેચાણ માટે દેશમાં ૨૮૩૭૬ કન્દ્રો બનાવવામાં આવ્યા છે - ૨૩ બેન્કોને ફાસ્ટેગ સુવિધાથી જોડવામાં આવી છે - રાજ્યની આરટીઓ ઓફિસોમાં ફાસ્ટેગ મળી રહ્યાં છે - રાજ્યના આરટીઓ ઓફિસોમાં ફાસ્ટેગ મળી રહ્યાં છે - માઇ ફાસ્ટેગ એપથી માહિતી મળી જશે કે ક્યાંથી ફાસ્ટેગ લઇ શકાય છે - શોપિંગ સાઇટ્સથી ઓનલાઇન ફાસ્ટેગ ખરીદી શકાય છે - એપ દ્વારા તેને ઓનલાઇન રિચાર્જ કરી શકાય છે

શું છે ફાસ્ટટેગ?
- ફાસ્ટેગ ટોલ ટેક્સ કલેક્શન માટે પ્રીપેડ રિચાર્જેબલ ટેગ્સ છે, જેનાથી ટોલ ટેક્સ ઓટોમેટિક ચૂકવાઇ જાય છે. આ સામાન્ય રીતે તમારા વાહનની વિંડસ્ક્રીન પર ચોટેલ હોય છે. જો તમારા વાહનમાં ફાસ્ટેગ છે તો ટોલ પર ટેક્સ આપવા માટે તમારે તમારા વાહનને રોકવાની જરૂર નહીં રહે.જેવું જ વાહન ટોલ પ્લાઝા પાસેથી પસાર થશે, તમારા વાહનની વિંડસ્ક્રીન પર ચિપકાવેલ ફાસ્ટેગથી લિંક્ડ બેન્ક એકાઉન્ટ, પ્રીપેડ વોલેટથી ટોલ ટેક્સ આપમેળે કપાઇ જશે. એક્ટિવેટેડ ફાસ્ટેગ રેડિયો ફ્રીકવેન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઇડી) ટેક્નોલોજી પર કામ કરે છે. આ ઉપરાંત ફાસ્ટેગમાં કોઇ એક્સપાયરી ડેટ નથી હોતી અને જ્યાં સુધી તે ખરાબ ન થાય ત્યાં સુધી આ ટોલ પ્લાઝા પર રીડેબલ હોય છે.

ટોલ ફ્રી નંબર ફરિયાદ નોંધાવી શકો છો
- એનએચએઆઇના ૧૦૩૩ ટોલ ફ્રી નંબરથી ફાસ્ટેગની માહિતી લઇ શકાય છે - આ નંબર પર ફાસ્ટેગ સાથે સંબંધિત ફરિયાદ પણ નોંધાવી શકાય છે - ૮થી ૧૪ નવે. સુધી ટોલ ફ્રી નંબરમાં ૫૬૫૩ ફરિયાદો મળી છે - આ ફરિયાદોમાંથી ૫૩૦૧ને હલ કરી લેવામાં આવે છે - ૨૩ બેન્કોને ફાસ્ટેગ સુવિધા સાથે જોડવામાં આવી છે આ બાબતોનો ખ્યાલ રાખો... - એનએચએઆઇના ૧૦૩૩ ટોલ ફ્રી નંબરથી ફાસ્ટેગની માહિતી લઇ શકાય છે - આ નંબર પર ફાસ્ટેગ સાથે સંબંધિત ફરિયાદ પણ નોંધાવી શકાય છે - ૮થી ૧૪ નવે. સુધી ટોલ ફ્રી નંબરમાં ૫૬૫૩ ફરિયાદો મળી છે - આ ફરિયાદોમાંથી ૫૩૦૧ને હલ કરી લેવામાં આવે છે - ૨૩ બેન્કોને ફાસ્ટેગ સુવિધા સાથે જોડવામાં આવી છે આ બાબતોનો ખ્યાલ રાખો... -તમે એક વાહન માટે એક કરતાં વધારે ફાસ્ટેગ રાખી નથી શકતા. તમારે અલગ-અલગ વાહનો માટે અલગ-અલગ ફાસ્ટેગ રાખવા પડશે. આઇએચએમસીએલની વેબસાઇટ અનુસાર જો તમે ટોલ પ્લાઝાના ૧૦ કિ.મી.ના દાયરામાં રહો છો તો તમે ફાસ્ટેગ દ્વારા જે ટોલ પર પેમેન્ટ કરવાના હોવ તો ત્યાં ટોલ ટેક્સમાં છૂટની સુવિધાનો લાભ ઉઠાવી શકો છો. આવા મામલે તમારે બેન્ક કથા નજીકની પીઓએસલોકેશનમાં રહેઠાણનો પુરાવો જમા કરાવવો પડશે જેથી કરીને તે વેલિડેટ થઇ શકે કે તમે ટોલ પ્લાઝાના ૧૦ કિ.મી.ના દાયરામાં રહો છો. એડ્રેસ વેેરિફાઇ થઇ જતા તમે ટોલ પ્લાઝા પર તમારા વાહને મળનાર ફાસ્ટેગ દ્વારા છૂટનો ફાયદો ઉઠાવી શકે છે.

ડિસેમ્બરનો મહિના ઝડપથી પસાર થઇ રહ્યો છે અને નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ પણ અત્યારથી શરૂ થઇ ગઇ છે. આ પ્રસંગે દરેક વ્યક્તિ પોતાના મિત્ર અને પરિવાર સાથે લોન્ગ ડ્રાઇવ પર જવાનું પસંદ કરે છે. તમે પણ જો લોંગ ડ્રાઇવની પ્લાનિંગ કરી રહ્યા છો તો આ પહેલા ફાસ્ટેગ લગાવવાનું ના ભૂલતા. ૧૫ ડિસેમ્બર એટલે કે રવિવારથી ફાસ્ટેગ વિના બમણો ટોલ આપવો પડશે.

જો તમારા વાહનમાં ફાસ્ટેગ લાગેલ નથી તો ટોલ પ્લાઝા પર તમારે લાંબી રાહ જોવી પડી શકે છે. પહેલા ફાસ્ટેગ લગાવવાની અંતિમ તારીખ ૧ ડિસેમ્બર હતી જે વધારીને ૧૪ ડિસમ્બર કરી દેવામાં આવી હતી. ૧૫ ડિસેમ્બરથી ફાસ્ટેગ વિનાના વાહનો માટે એક સિંગલ લેન હશે અને બીજી લેનમાંથી પસાર થવા પર બમણો ટોલ ભરવો પડશે.

આઇએચએમસીએલની વેબસાઇટ અનુસાર જો તમે ટોલ પ્લાઝાના ૧૦ કિ.મી.ના દાયરામાં રહો છો તો તમે ફાસ્ટેગ દ્વારા જે ટોલ પર પેમેન્ટ કરવાના હોવ તો ત્યાં ટોલ ટેક્સમાં છૂટની સુવિધાનો લાભ ઉઠાવી શકો છો. આવા મામલે તમારે બેન્ક તથા નજીકની પીઓએસલોકેશનમાં રહેઠાણનો પુરાવો જમા કરાવવો પડશે જેથી કરીને તે વેલિડેટ થઇ શકે કે તમે ટોલ પ્લાઝાના ૧૦ કિ.મી.ના દાયરામાં રહો છો. એડ્રેસ વેેરિફાઇ થઇ જતા તમે ટોલ પ્લાઝા પર તમારા વાહને મળનાર ફાસ્ટેગ દ્વારા છૂટનો ફાયદો ઉઠાવી શકે છે.