Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦, પોષ વદ ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૧૦

મુખ્ય સમાચાર :
પ્રા. શાળામાં મુજર તલાવડીમાં સ્વેટર વિતરણ
15/12/2019 00:12 AM Send-Mail
વાસણા (બોરસદ) સી.આર.સી.ની પ્રા. શાળા મુજરતલાવડીમાં રોટરી ક્લબ, બોરસદના સભ્ય દિલીપભાઈ શાહ તથા ચેતનભાઈ પટેલ દ્વારા એગ્રો બોરસદના ગિરિશભાઈ પટેલના આર્થિક સહયોગ તથા તેમની ઉપસ્થિતિમાં તેમજ હેમંતભાઈ મહિડા (મુખ્ય શિક્ષક, શરણાકૂઈ પ્રા.શાળા), પ્રકાશભાઈ પ્રજાપતિ (સી આર સી કો-ઓર્ડિનેટર)ની ઉપસ્થિતિમાં ધો.૧ થી ૫ ના ૪૭ વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા પરિવારે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.