Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
આઈ.બી. પટેલ ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીની રાષ્ટ્ર કક્ષાએ પસંદગી
15/12/2019 00:12 AM Send-Mail
૨૭મા રાજ્ય કક્ષાનો રાષ્ટ્રિય બાળવિજ્ઞાન કોંગ્રેસ (NCSC)-GUJCOT 2019 ની રાજ્ય કક્ષાની સ્પર્ધા તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે યોજાઈ હતી. જેમાં વિદ્યાનગરની ચારૂતર વિદ્યામંડળ આઈ.બી.પટેલ ઈંગ્લિશ સ્કૂલ (પ્રા.વિભાગમાં)માં ધોરણ ૭માં અભ્યાસ કરતાં પંચાલ ધ્રુવાંશ લોયેશકુમાર દ્વારા ‘ઈ-વેસ્ટ ટુ વેલ્થ’ સાયન્સનો પ્રોજ્ેક્ટ રજૂ કરાયો હતો. તેમના સાથી સભ્ય તરીકે શાહ ક્રિષા કમલેશકુમાર રહ્યાં હતા. સ્પર્ધામાં ગુજરાતના ૨૮૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમની રાષ્ટ્ર કક્ષાએ પસંદગી થવા પામી છે. હવે આવનારી સ્પર્ધા આ ડિસેમ્બર માસમાં કેરલા ખાતે યોજાનાર છે. આ પ્રોજેક્ટના કન્વિનર નયન પટેલ રહ્યાં હતા. આ સફળતા બદલ શાળાના આચાર્યા બિંદુ સેન્થીલનાથ તથા શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.