Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦, પોષ વદ ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૧૦

મુખ્ય સમાચાર :
આયુર્વેદ સંકુલ, આણંદના ધન્વન્તરી મંદિરે દર્શનાથે આવતા દેશ-વિદેશના ડોક્ટરો
15/12/2019 00:12 AM Send-Mail
યુરોપીન ડોક્ટરો એલોપેજાની સાથે -સાથે આયુર્વેદની નિદોર્ષ દવાઓ દ્વારા અસાધ્ય અને ગંભીર પ્રકારના રોગો મટાડવા આયુર્વેદ અને અધ્યાત્મના શરણે આવી રહ્યાં છે.

આયુર્વેદ સંકુલ આણંદ ખાતે વૈધ્યરાજ હરિનાથ ઝા ની નિશ્રામાં લેટે વિયાના દેશ તેમજ ફ્રાંસ જર્મની,જાપાનના ડોક્ટરો આયુર્વેદ વિશે અને તન તથા મનમાં થનારા રોગો વિશે વિસ્તૃત અધ્યયન કરવા આવી રહ્યાં છે. આણંદના આયુર્વેદ સંકુલમાં ધન્વન્તરિ મંદિરમાં દર્શન કરવા આવેલ રોબર્ટ ગ્રીસલીસે જણાવ્યું કે તેમાં ગણિત અને ભૌતિક વિજ્ઞાનનો પ્રો. હતા. ભારતીય વૈધ્યોના સંપર્કમાં આવી આયુર્વેદ પ્રત્યે આકર્ષણ થયું. અત્યારે આયુર્વેદનો અભ્યાસ કરી આયુર્વેદનો પ્રચાર-પ્રસાર કરી રહ્યો છું.

આણંદ ખાતે ઈષ્ટદેવ ભગવાન ધન્વન્તરિ અને મારા ગુરૂ વૈધ્યરાજ હરિનાથ ઝા પાસેથી ઘણું શીખ્યો છું. શરીરના રોગોની સારવાર કોઈપણ પૈથીમાં થઈ શકે છે. પણ મનના રોગોની સારવાર માટે વૈધ્યરાજ હરિનાથ ઝા પાસે આયુર્વેદ સંકુલ આણંદમાં આવતાં ફેર પડે છે અને દર્દીઓ દુ:ખોથી પોતાને મુક્ત કરે છે. ધન્વન્તરિ ભગવાનનું એકમાત્ર મંદિર આયુર્વેદ સંકુલ આણંદ ખાતે આવેલ છે. અહીં ભગવાનનો શણગાર વનસ્પિતિઓથી કરવામાં આવે છે.