Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
નડિયાદમાં ટોઈંગ વાન પર ફરજ બજાવતાં પોલીસ કર્મચારી સાથે ગાડીના માલિકે ઝઘડો કરતાં ફરિયાદ
17/10/2019 00:10 AM Send-Mail
નડિયાદ પારસ સર્કલ નજીક એક ગાડી ટ્રાફિકને અડચણરૂપ મુકી હોઈ ટોઈંગ વાનમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીએ ગાડીને લોક મારતાં ઉશ્કેરાયેલા ગાડીના માલિક તેમજ તેના મિત્રએ પોલીસ સાથે ગાળાગાળી કરી ફરજમાં અડચણરૂપ કર્યા બાબતની ફરીયાદ નડિયાદ ટાઉન પોલીસમાં નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ ટાઉન પોલીસ મથકની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં અનાર્મ હેડ.કો.રમેશભાઈ અંબાલાલ ગતરોજ બપોરના સમયે નડિયાદ ટાઉન પોલીસ મથક વિસ્તારમાં ટ્રાફિક નિયમનની ટોઈંગ વાન પર ફરજ બજાવતાં હતાં. દરમિયાન તેઓ સવા બાર વાગ્યાના અરસામાં પારસ સર્કલ નજીક શૈશવ હોસ્પિટલ તરફ જવાના રોડ પર પહોચ્યાં હતાં. જ્યાં રોડ પર જીજે-૦૭, ડીબી-૦૮૦૮ નંબરની એક ગાડી અડચણરૂપ પાર્ક કરેલ હતી. જેથી ટોઈંગવાનની ટીમે આ ગાડીને લોક માર્યું હતું. જેની જાણ આ ગાડીના માલિકને થતાં તે તાત્કાલિક ત્યાં દોડી આવ્યાં હતાં. અને મારી ગાડીને લોક કેમ મારેલ છે..? તુ મારો બાપુ છુ...? મારી ગાડીને લોક મારવાની તારી ફરજ નથી તેમ કહી ટોઈંગવાનની ટીમ સાથે ઝઘડી પડ્યાં હતાં. જેથી ફરજ પરના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈએ તેને શાંતિથી વાત કરવા જણાવતાં ગાડીનો માલિક વધુ ઉશ્કેરાઈ જઈ ગમેતેમ ગાળો બોલવા લાગ્યો હતો. અને હું બેંક ઓફ બરોડામાં નોકરી કરૂ છું તેમ કહી ફોન કરી અન્ય એક ઈસમને બોલાવી લીધો હતો. લાલ ટી-શર્ટ પહેરી આવેલ અન્ય ઈસમે પણ ગાડીના માલિકનું ઉપરાંણુ લઈ ટોઈંગ વાનના કર્મચારી તેમજ પોલીસ સાથે ગમેતેમ ગાળો બોલી બિભત્સ વર્તન કરવા લાગ્યો હતો.

જો કે પોલીસે ઝઘડો શાંત પાડવા માટે ગાડીના માલિકને અડચણરૂપ ગાડી પાર્ક કરવા બદલ દંડ ભરવાનું કહેતાં તેઓ દંડ નહીં ભરીએ તેમ કહી મોબાઈલમાં વિડિયો ઉતારવા લાગ્યાં હતાં. અને તમારો વિડીયો ઉતારી યુટ્યુબ ઉપર જાહેરમાં મુકી તમારા વિરૂધ્ધ આવેદનપત્ર આપી તારી વર્ધી ઉતારી દઈશ તેવી ધમકી આપી હતી. આ અંગે હેડ કોન્સ્ટેબલે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે ગાડીના માલિક અને અન્ય એક ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માલઈંટાડીમાં જમીન બાબતે ત્રણે ભેગા મળી કૌટુંબી ભાઈઓને માર મારતાં ફરીયાદ

નડિયાદની યુવતિને દહેજ બાબતે મહેસાણાના ડોકટર પતિ તેમજ ઘરના સભ્યોએ ત્રાસ ગુજારતા ફરિયાદ

ખેડા જિલ્લામાં મારામારીના ત્રણ બનાવોમાં પાંચ વ્યક્તિઓને ઈજા

સોખડા તેમજ ખેડામાં જુગાર રમતાં ૧૩ શખ્સો ઝડપાયા

વાંઘરોલી તેમજ અંઘાડી નજીક કૂતરું આડું ઉતરતાં સર્જાયેલા બે માર્ગ અકસ્માતમાં ત્રણ ઘવાયા

નડિયાદ : ધારાસભ્યના હુમલા પ્રકરણમાં પકડાયેલા પાલિકાના સભ્ય સહિત બે જેલમાં

છાપરા ગામમાં મારા વાડામાંથી કેમ નીકળ્યો તેમ કહી યુવક પર ધારીયાથી હુમલો

સિંહુજમાં કારની અડફેટે વૃધ્ધ રાહદારી મહિલાનું કમકમાટીભર્યું મોત