Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
ગળતેશ્વર : પ્રેમિકાને પામવા પતિની હત્યા કરનાર પ્રેમી પકડાયો
લગ્નેત્તર સંબંધો વિષે પ્રેમિકાના પતિને જાણ થઇ જતા વિધી કરવાના બહાને ભરતભાઈને મહિસાગર નદીના પૂલે બોલાવ્યા બાદ ધક્કો મારી દેતાં ડૂબી જવાથી મોત થયું હતું
17/10/2019 00:10 AM Send-Mail
હર્ષદની સાથે અન્ય કોઈની સંડોવણીની શકયતા
મહત્ત્વની વાત છે કે હર્ષદ અને હંસાના પ્રેમ સંબંધ બાબતે ભરતભાઇને જાણ થઇ ગઇ હતી. તેમ છતા ભરતભાઇ હર્ષદના એક કોલથી વિધી કરાવવા માટે મહિસાગર કિનારે પંહોચી જાય તે વાત શંકાસ્પદ છે. અને જો ભરતભાઇ મહિસાગર નદીના બ્રિજ પર વિધી કરાવવા પંહોચી પણ ગયા તો હર્ષદ એકલાએ તેમને ધક્કો મારી મહિસાગર નદીમાં ફેકી દીધા ? કે પછી કોઇએ ભરતભાઇને નદીમાં ફેંકવામાં મદદ કરી હતી ? આ તમામ પ્રશ્નો બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.

પરણીત પ્રેમીકાને પામવા માટે તેના પતિની હત્યા કરનાર પ્રેમીની સેવાલીયા પોલીસે ધરપકડ કરી છે. કપડવંજના હીરાપુરા ગામે રહેતા શખ્સે તેના જ ગામની પરિણીત મહિલા સાથે પ્રેમસબંધ બંધાઇ ગયો હતો. પરંતુ તેના પતિને પ્રેમસંબંધની જાણ થઈ જતા બંને પ્રેમીઓ પર તવાઇ આવી ગઇ હતી. જેથી પ્રેમીકાના પતિનું ઢીમ ઢાળી દઇ પ્રેમીકાને પામવા માટે પ્રેમીએ પ્લાન બનાવી તેની હત્યા કરી નાખી હતી. જોેકે પોલીસ તપાસમાં હત્યાના કાવતરાની સમગ્ર હકીકત બહાર આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કપડવંજ તાલુકાના હીરાપુરા ગામે રહેતા અને ભુઆનું કામ કરતા હર્ષદભાઇ કનુભાઇ સોલંકીને થોડા સમય પહેલા તેમના જ ગામમાં રહેતા ભરતભાઇ નવાભાઇ રાઠોડની પત્ની અનિતા ઉર્ફે હંસાબેન સાથે પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. જોકે બંનેના પ્રેમ સંબંધ વિશે હંસાબેનના પતિ ભરતભાઇને ખબર પડી જતા તેઓએ હંસાબેનનું ઘરની બહાર નીકળવુ બંધ કરાવી દીધુ હતુ. જેથી હર્ષદ અને હંસા બંને એકબીજાને મળી શકતા ન હતા. પ્રેમમાં પાગલ હર્ષદે હંસાને હંમેશા માટે પોતાની બનાવવાનું નક્કી કરી લીધુ હતુ અને એટલે જ તેણે હંસાના પતિ ભરતભાઇને રસ્તા વચ્ચેથી હટાવવાનું નક્કી કરી લીધુ હતું. તા.૫ ઓક્ટોબરના રોજ હર્ષદે ભરતભાઇને ફોન કરી વિધી કરવાની છે, એટલે તમે મહિસાગર નદીના પુલ પર આવી જાવ તેમ કહી ગળતેશ્વર મહિસાગર નદીના પુલ પર બોલાવ્યા હતા. જ્યા અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ તેણે ભરતભાઇ કંઇપણ સમજે તે પહેલા નદીમાં ધક્કો મારી દીધો હતો. જેથી નદીમાં પડી ગયેલા ભરતભાઇનું ડૂબી જતા મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટના બાદ ભરતભાઇના પરીવારજનોએ તેમના ગુમ થવા અંગે પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવી હતી. જે બાદ ડાકોર પોલીસ સ્ટેશનની હદમાંથી તેમની લાશ મળી આવતા ડાકોર પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ થયો હતો. અકસ્માત મોતના ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે મૃતક ભરતભાઇના પત્નીને હર્ષદ નામના ભુઆજી સાથે પ્રેમસંબંધ છે, જેથી પોલીસે તેની ઉલટ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. હાલ પોલીસે આરોપી હર્ષદની ધરપકડ કરી લીધી છે. અને તેને કોર્ટમાં હાજર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માલઈંટાડીમાં જમીન બાબતે ત્રણે ભેગા મળી કૌટુંબી ભાઈઓને માર મારતાં ફરીયાદ

નડિયાદની યુવતિને દહેજ બાબતે મહેસાણાના ડોકટર પતિ તેમજ ઘરના સભ્યોએ ત્રાસ ગુજારતા ફરિયાદ

ખેડા જિલ્લામાં મારામારીના ત્રણ બનાવોમાં પાંચ વ્યક્તિઓને ઈજા

સોખડા તેમજ ખેડામાં જુગાર રમતાં ૧૩ શખ્સો ઝડપાયા

વાંઘરોલી તેમજ અંઘાડી નજીક કૂતરું આડું ઉતરતાં સર્જાયેલા બે માર્ગ અકસ્માતમાં ત્રણ ઘવાયા

નડિયાદ : ધારાસભ્યના હુમલા પ્રકરણમાં પકડાયેલા પાલિકાના સભ્ય સહિત બે જેલમાં

છાપરા ગામમાં મારા વાડામાંથી કેમ નીકળ્યો તેમ કહી યુવક પર ધારીયાથી હુમલો

સિંહુજમાં કારની અડફેટે વૃધ્ધ રાહદારી મહિલાનું કમકમાટીભર્યું મોત