Sardar Gurjari

સોમવાર, તા. ૬ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૧, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૧

મુખ્ય સમાચાર :
નડિયાદ : પોલીસીની શરતો મુજબ કલેઇમ મેળવવા વીમેદાર હકકદાર છે : ગ્રાહક કોર્ટ
શરતોનું કારણ દર્શાવીને કલેઇમમાંથી કપાત કરેલ ૯૯પ૦ ચૂકવવા વીમા કંપનીને હુકમ
17/10/2019 00:10 AM Send-Mail
ભવિષ્યને ધ્યાને લઇને મેડિકલેઇમ પોલીસી લેનાર ધારકો પૈકી કેટલાકને ખરેખર થયેલ ખર્ચના કલેઇમની પૂરેપૂરી રકમ મેળવવામાં હાડમારી અનુભવવી પડતી હોય છે. તેમાંયે વીમા કંપની દ્વારા પોલીસીની શરતોના કારણ હેઠળ કલેઇમમાંથી કેટલીક રકમ કપાત કરાય છે. જો કે જાગૃત વીમેદાર દ્વારા આ મામલે ગ્રાહક કોર્ટમાં રાવ કરીને ન્યાય મેળવે છે. નડિયાદના વીમેદારે પણ વીમા કંપનીએ કપાત કરેલ રકમ અંગે ફરિયાદ કરતા ગ્રાહક કોર્ટે રૂ.૯૯પ૦ વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતોમાં નડિયાદના હબીબ લેરખીએ નડિયાદમાં આવેલ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લી.માંથી પોતે અને પત્ની રુકસાનાબેનની સંયુકત મેડિકલ કલેઇમ પોલીસી લીધી હતી. તા. ૧ર ઓગસ્ટ, ર૦૧૮થી ૧૧ ઓગસ્ટ, ર૦૧૯ દરમયાન પોલીસી કાર્યરત હોવા સમય દરમિયાન રુકસાનાબેન બીમાર થતા તેઓને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. જેઓનો સારવાર ખર્ચ કુલ ૩૦૮૬૯ થયો હતો. જેમાં ર૪પ૦ હોસ્પિટલનું બિલ તેમજ ૬૩૬૯ અન્ય ખર્ચ થયો હતો. જે તમામ ખર્ચના કાગળો સાથે તેઓએ વીમા કંપનીમાં કલેઇમ મોકલ્યો હતો.

દરમિયાન વીમા કંપનીએ તેઓના બેંક ખાતામાં રૂ. ૧૬૩૬૯ જમા કરાવ્યા હતા અને બાકીની રકમ રૂ. ૧૪ હજાર ચૂકવ્યા ન હતા. જે મેળવવા રુકસાનાબેને નડિયાદ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. વીમા કંપની તરફે જવાબ રજૂ કરાયો હતો કે મેડિકલેઇમ ફેમીલી ઇન્સ્યોરન્સ પોલીસીની શરત મુજબ ફરિયાદીને મળવાપાત્ર રકમ ચૂકવી આપી હતી અને ૧૪પ૦૦ મળવાપાત્ર નથી. કોર્ટે બંને પક્ષોની દલીલો, જવાબો ધ્યાને લીધા હતા. બાદમાં કોર્ટે નોંધ્યું હતું કે, પોલીસી ર લાખની હોવાથી તેની શરતો મુજબ ફરિયાદી ચાર્જના રૂ. ૮હજાર મેળવવા હકકદાર છે પરંતુ ર૪૦૦ પરચુરણ ખર્ચ મેળવવા હકકદાર નથી. આથી વીમા કંપનીએ ફરિયાદીને અગાઉ ૧૬૩૬૯ જમા કરાવેલ છે તે સંજોગોમાં કલેઇમની બાકીની રકમ રૂ.૯૯પ૦ ફરિયાદ તારીખથી વસૂલ થતા સુધી ૭ ટકા વ્યાજ સાથે તથા ફરિયાદ ખર્ચના રૂ. ર હજાર ચૂકવવા ગ્રાહક કોર્ટે વીમા કંપનીને હુકમ કર્યો હતો.

ખેડા જિલ્લામાં કોરોનાનો ભીંસાતો સકંજો : વધુ ૧૪ પોઝિટિવ સાથે કુલ ૨૩૯

ખેડા જિલ્લામાં કોરોનાના ર૪ કલાકમાં ૨૬ કેસ

નડિયાદ : કોરોનાગ્રસ્ત દર્દીનો અર્ધ બળેલ મૃતદેહ ધ્યાને આવતા વહીવટી તંત્ર સ્તબ્ધ

સેવાલિયાના પાલી ગામે કવોરી ઉદ્યોગકારો અને સ્થાનિકો વચ્ચે વિવાદ

ખેડા જિલ્લામાં વાયરલ ફિવર માથું ઉંચકતા પ્રજાજનોમાં કોરોના સંક્રમણ હોવાની દહેશત

નડિયાદમાં કોરોનાના વધતા કેસના કારણે શાક માર્કેટ બંધ કરવા નિર્ણય લેવાયો

ખેડા જિલ્લામાં કોરોના વિસ્ફોટ, ૧૪ પોઝિટિવ કેસ સાથે કુલ આંક ૧૯૧

ચલાલીથી સુરાશામળ તરફનો રસ્તો હલકી ગુણવત્તાવાળો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ કામ અટકાવ્યું