Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
ખેડા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી રસ્તાઓની મરામતની કામગીરી પૂરજોશમાં
દિવાળી પહેલા રસ્તા મરામતના કામો પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ : જિલ્લામાં ૯૦૧ કિ.મી.ના રસ્તાઓનું સમારકામ પૂર્ણ
17/10/2019 00:10 AM Send-Mail
ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે જાહેર માર્ગોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ભારે વરસાદને કારણે માર્ગો પર ખાડા પડવા, ધોવાણ થઇ જવું જેવા કારણોસર આવા માર્ગોનું રિસરફેસિંગ-રીપેરીંગ કરવું આવશ્યક બની ગયું છે. રાજય સરકારે જનહિતલક્ષી નિર્ણય લઇને અતિભારે વરસાદથી નુકસાન પામેલા માર્ગોેની દિવાળી પહેલાં મરામત માટેનો નિર્ણય કર્યો છે. ખેડા જિલ્લામાં મોસમનો કુલ ૧૦૫૧૯ મી.મી વરસાદ નોંધાયો છે. જેના કારણે જિલ્લાના અનેક માર્ગોનું ધોવાણ તથા ખાડા પડી જવાથી નુકસાન થવા પામ્યું છે. લોકોની સુખાકારી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રીપેરીંગની કામગીરી પુર જોશથી ચાલુ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ (રાજય) તથા પંચાયત હસ્તકના રસ્તાઓનું મરામત કામ યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. માર્ગ મકાન વિભાગ દ્વારા ૯૦૧ કિ.મી ના રસ્તાઓનું પેચવર્ક કામ પુરું કરવામાં આવ્યું છે. બાકી રસ્તાઓનું સમારકામ દિવાળી પહેલા પૂર્ણ કરવામાં આવશે. ખેડા જિલ્લાના બિસ્માર રસ્તાઓને રિપેશ કરવા માટે કલેકટર સુધીર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. કલેકટરએ જિલ્લામાં વરસાદથી નુકસાન પામેલ ગ્રામ્ય અને શહેરી રસ્તાઓનું સમારકામ દિવાળી પહેલા પૂર્ણ કરવા માર્ગમકાન વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ગાર્ગી જૈન, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ચીફ ઓફિસરો હાજર રહ્યા હતા.


જિલ્લાના ૧૦૦થી વધુ ગામોના સરપંચોનું કલેકટરને આવેદનપત્ર

નડિયાદ : કોલેજ રોડ પરની હોટેલો દ્વારા ઠલવાતા એંઠવાડથી સ્થાનિકો પરેશાન

નડિયાદ પાલિકા દ્વારા સુએજ પ્લાન્ટમાં સળગાવાતા કચરાથી પ્રદૂષણ અંગે સ્થાનિકોનું આવેદનપત્ર

ખેડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાતા ત્વરિત નિર્ણય અને કડક પગલાંથી સ્થાનિક રાજકારણમાં હડકંપ

ચકલાસી નગરપાલિકામાં ભાજપનું નાક બચ્યું, બીજી ટર્મ માટે ભરત વાઘેલાની પ્રમુખપદે વરણી

ચકલાસી નગર પાલિકાની આજની બોર્ડ બેઠક વહીવટી બોડીની વરણી હાઇ પ્રોફાઇલ બની રહેશે !

નડિયાદ : રાફેલ મુદ્દે રાહુલ ગાંધી પ્રજાની માફી માંગેની માંગ સાથે ભાજપ દ્વારા ધરણાં

નડિયાદ: શેઢી સિંચાઇની સબ કેનાલોમાં સફાઇના નામે ભ્રષ્ટાચાર : કેનાલોમાં ઘાસ ઊગી નીકળ્યું