Sardar Gurjari

સોમવાર, તા. ૬ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૧, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૧

મુખ્ય સમાચાર :
વિદેશોમાંથી સસ્તા દૂધ અને તેની પેદાશોની આયાતના કોન્ટ્રાકટનો પશુપાલકો દ્વારા વિરોધ
કપડવંજ તા.ની નાનીઝેર દૂધ મંડળીની ર૦૦થી વધુ મહિલાઓએ વડાપ્રધાનને પત્ર લખી નોંધાવ્યો વિરોધ
17/10/2019 00:10 AM Send-Mail
પશુપાલક બહેનોએ શું લખ્યું પત્રમાં....
માનનીય નરેન્દ્રભાઇ, આરસીઇપી કરાર હેઠળ જો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડથી સસ્તા ભાવના દૂધ પાવડર અને ડેરી ઉત્પાદન આયાત થશે તો આપણો ડેરી ઉધોગ ભાંગી પડશે. આરસીઇપી કરારમાં ડેરી ઉદ્યોગનો સમાવેશ ન કરવા આપને નમ્ર અરજ છે....આપની નાની બહેન, પટેલ સુરેખાબેન દશરથભાઇ, નાનીઝેર દૂધ ઉત્પાદક સ.મંડળી, તા.કપડવંજ

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં દૂધની ખપતને પહોચી વળવા માટે આરસીઇપી કોન્ટ્રાક્ટ અંતર્ગત ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડમાંથી સસ્તા દૂધ અને દૂધની પેદાશોની આયાત કરવા અંગે તૈયારીઓ કરી દેવાઇ છે. બીજી તરફ ચરોતર સહિત રાજયના વિવિધ સ્થળોએથી બહારના દેશોમાંથી આયાત થનાર સસ્તા દૂધ અને દૂધની બનાવટોનો વિરોધ થવાનું શરૂ થઇ ગયું છે. કપડવંજ તાલુકાના નાનીઝેર દૂધ ઉત્પાદક મંડળીની ૨૦૦થી વધારે બહેનો દ્વારા વડાપ્રધાનને પત્ર લખી અન્ય દેશોમાંથી સસ્તુ દૂધ અને દૂધની બનાવટો આયાત નહી કરવા માટે રજૂઆત કરી છે.

દેશમાં થતા દૂધના ઉત્પાદન સામે દૂધની માંગ દિવસેને દિવસે વધી રહી છે. દૂધના ઉત્પાદનમાં વધારો કરવા માટે એનડીડીબી અને અન્ય સંસ્થાઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ માંગ સામે ઉત્પાદન હંમેશા ઓછુ જ રહે છે. આ પરિસ્થિતિમાં બજારમાં ડુપ્લિકેટ દૂધનું ઉત્પાદન શરૂ થતા દેશની જનતાના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. ત્યારે દેશમાં દૂધની વધતી માંગના પડકારને પહોચી વળવા કેન્દ્ર સરકારે આરસીઇપી કરાર હેઠળ ઓસ્ટ્રલિયા અને ન્યુઝીલેન્ડથી દૂધ પાવડર અને તેની બનાવટોની આયાત કરવાની તૈયારીઓ શરૂ કરી છે. જોકે સરકારના આ પગલાનો અગાઉથી જ સ્થાનિક દૂધ ઉત્પાદક કંપનીઓ અને પશુ પાલકો દ્વારા વિરોધ શરૂ કરાયો છે. થોડા સમય પહેલા દૂધના ઉત્પાદનમાં નંબર-૧ ગણાતી એક કંપની દ્વારા દૂધ પાવડર અને દૂધની પેદાશોની આયાતને લઇ વિરોધ દર્શાવ્યો હતો. જે બાદ હવે પશુપાલકો દ્વારા પણ વિરોધ નોધાવવામાં આવી રહ્યો છે.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાનીઝેર દૂધ ઉત્પાદક મંડળીની બહેનો દ્વારા આજે દૂધ મંડળી ખાતે એકત્ર થઇ વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. બહેનોએ પત્રમાં લખ્યુ હતુ કે જો બહારના દેશોમાંથી સસ્તા દૂધ, દૂધ પાવડર કે દૂધ ઉત્પાદનોની આયાત કરવામાં આવશે તો દેશનો ડેરી ઉધોગ પડી ભાંગશે. સરકારે સ્થાનિક દૂધના વ્યવસાયને પ્રોત્સાહન મળે તે દિશામાં પ્રયાસો કરવા જોઇએ. આ પ્રકારની કામગીરીથી દેશના આંતરીક ડેરી ઉધોગને વ્યાપક નુકસાન પહોચશે તેમ દૂધ મંડળીના સંચાલકો જણાવી રહ્યા છે.

ખેડા જિલ્લામાં કોરોનાનો ભીંસાતો સકંજો : વધુ ૧૪ પોઝિટિવ સાથે કુલ ૨૩૯

ખેડા જિલ્લામાં કોરોનાના ર૪ કલાકમાં ૨૬ કેસ

નડિયાદ : કોરોનાગ્રસ્ત દર્દીનો અર્ધ બળેલ મૃતદેહ ધ્યાને આવતા વહીવટી તંત્ર સ્તબ્ધ

સેવાલિયાના પાલી ગામે કવોરી ઉદ્યોગકારો અને સ્થાનિકો વચ્ચે વિવાદ

ખેડા જિલ્લામાં વાયરલ ફિવર માથું ઉંચકતા પ્રજાજનોમાં કોરોના સંક્રમણ હોવાની દહેશત

નડિયાદમાં કોરોનાના વધતા કેસના કારણે શાક માર્કેટ બંધ કરવા નિર્ણય લેવાયો

ખેડા જિલ્લામાં કોરોના વિસ્ફોટ, ૧૪ પોઝિટિવ કેસ સાથે કુલ આંક ૧૯૧

ચલાલીથી સુરાશામળ તરફનો રસ્તો હલકી ગુણવત્તાવાળો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ કામ અટકાવ્યું