Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
ચીનને મોટો ઝટકો : અમેરિકી સંસદમાં હોંગકોંગના પ્રદર્શનકારીઓના સમર્થનમાં બિલ પસાર
બિલ અંતર્ગત એ નક્કી કરાશે કે હોંગકોંગને બેઇજિંગ તરફથી પર્યાપ્ત સ્વાયત્ત મળી છે કે કેમ?
17/10/2019 00:10 AM Send-Mail
ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે બંને દેશોમાં તકરાર વધી જવા પામી છે. હવે અમેરિકાની સંસદે ચીનને જોરદાર ઝાટકો આપ્યો છે. કોઈ પણ પ્રકારની આંતરીક દખલગીરી કરનારના હાડકા ભાંગી નાખવાની ચીનની ધમકી વચ્ચે જ અમેરિકાની સંસદમાં હોંગકોંગના પ્રદર્શનકારીઓના સમર્થનમાં એક બિલ પસાર કર્યું છે.

આ બિલ અંતર્ગત એ નક્કી કરવામાં આવશે કે હોંગકોંગને બેઈજીંગ તરફથી પર્યાપ્ત સ્વાયતત્તા મળી છે કે કેમ? જેના આધારે જ અમેરિકી કાયદા અંતર્ગત હોંગકોંગને વિશેષ વ્યાપારી સ્ટેટસ પર વિચાર કરવામાં આવશે.

અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવમાં સર્વસમ્મતિથી 'હોંગકોંગ હ્યૂમન રાઈટ્સ એંડ ડેમોક્રેસી એક્ટ' પસાર કરવામાં આવ્યું હ્તું. આ બિલ અંતર્ગત હોંગકોંગની સ્વાયતતા અને મૂળ સ્વતંત્રતાને ભયમાં મુકનારા અધિકારીઓ પર પ્રતિબંધ લગાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ અગાઉ અમેરિકાએ ચીનના શિનજિયાંગ પ્રાંતના મુસલમાનોને અટકાયતમાં રાખવાને લઈને કેટલાક ચીની અધિકારીઓના વીઝા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા હતાં. ચીને હોંગકોંગને ૨૦૪૭ સુધી સ્વાયત્તતા આપવાનો વાયદો કર્યો હતો પણ હકીકતમાં ચીન તેના પર પોતાની પકડ વધારે મજબુત કરવા માંગે છે. હોંગકોંગના કાર્યકર્તાઓનું પણ કહેવું છે કે, શી જિનપિંગના નેતૃત્વમાં કોમ્યૂનિસ્ટ્ર પાર્ટી હોંગકોંગના લોકોના મૂળભૂત અધિકારો આંચકી રહ્યાં છે. હોંગકોંગની સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થાને પણ ચીન પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે. માટે ચીન અને તેના સમર્થન હોંગકોંગની સ્થાનીક સરકારના વિરોધમાં લોકતંત્રના સમર્થકો સડકો પર ઉતરીને પ્રદર્શનો કરી રહ્યાં છે.