Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
મારી પ્રતિષ્ઠાને ખરડવાનો એક હિન પ્રયાસ સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે : સુપ્રીમ જજ અરૂણ મિશ્રા
હું આવી ટીકાથી ડરી ખસી જવાનો નથી
17/10/2019 00:10 AM Send-Mail
સુપ્રીમ કોર્ટના એક માનનીય જજ જસ્ટિસ અરૃણ મિશ્રાએ એવી વેદનાસભર ટ્વીટ કરી હતી કે મારી પ્રતિષ્ઠાને ખરડવાનો એક મેલો પ્રયાસ સોશ્યલ મીડિયા પર કરાઈ રહ્યો છે. જસ્ટિસ અરૃણ મિશ્રા પાંચ જજોની બનેલી એક બંધારણીય બેન્ચના વડા છે. આ બેન્ચના અન્ય જજોમાં જસ્ટિસ ઇંદિરા બેનરજી. જસ્ટિસ વિનિત સરન, જસ્ટિસ એ આર શાહ અને જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટનો સમાવેશ થાય છે.

જમીન સંપાદન અંગેના કેસો આ બંધારણીય બેન્ચ સંભાળી રહી છે. મંગળવારે જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે મારી જવાબદારી અંગે ઇશ્વર સાક્ષી છે. મારી પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ થાય છે એ અદાલતનું અપમાન છે. પરંતુ હું આવી ટીકાથી ડરીને ખસી જવાનો નથી.

એક સિનિયર વકીલ શ્યામ દિવાને સોશ્યલ મીડિયા પર એવો આક્ષેપ કર્યો હતો કે જસ્ટિસ અરુણ મિશ્રા આ કેસો સંભાળે તો ચુકાદામાં ગડબડ થવાની શક્યતા છે. જસ્ટિસ મિશ્રાએ આ વિધાનને અદાલતના અપમાન સમાન અને પોતાની પ્રતિષ્ઠા પર કીચડ રેડવાના પ્રયાસ સમાન ગણાવ્યું હતું. જસ્ટિસ મિશ્રાએ વળતો સવાલ કર્યો હતો કે શું આ મારું અને દેશના ચીફ જસ્ટિસનું અપમાન નથી ? આ કેસમાં મારી પસંદગી ચીફ જસ્ટિસે કરી છે. તમે મારી નિષ્ઠા પર શંકા વ્યક્ત કરો સુપ્રીમ કોર્ટનું અને ચીફ જસ્ટિસનું પણ અપમાન કરો છો. તમે મારી સાથે રૃબરૃમાં વાત કરી શક્યા હોત. પરંતુ તમે એમ ન કર્યું કારણ કે તમારે મારી પ્રતિષ્ઠા ખરડવી હતી. તમે સોશ્યલ મિડિયા પર આ ખોટો આક્ષેપ કર્યો. પરંતુ હવે હું ડરવાનો નથી અને આ કેસની જવાબદારી છોડવાનો નથી.