Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
૬ બેઠકોની પેટા ચૂંટણી હોવાથી સરકાર કોઇ જોખમ લેવા નથી માંગતી
લોકવિરોધ સામે ગુજરાત સરકારની પીછેહઠ ધો.૧૨ પાસ પણ વર્ગ-૩ની પરીક્ષા માટે લાયક
બિનસચિવાલય ક્લાર્કની રદ કરાયેલી પરીક્ષા હવે ૧૭ નવેમ્બરે લેવાશે
17/10/2019 00:10 AM Send-Mail
પરીક્ષાની નવી જાહેરાતની સાથે-સાથે
* ધોરણ ૧૨ પાસ અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. * ૧૭ નવેમ્બરે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે. * પરીક્ષા માટે અગાઉની પ્રોસેસને યથાવત રખાશે. * કોઈ પણ વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર નહીં બદલાય અને વિદ્યાર્થીઓએ બિન સચિવાલયની પરીક્ષા માટે નવું ફોર્મ ભરવાની પણ જરૃર નથી અને ઉમેદવારોએ ભરેલું જૂનુ ફોર્મ જ માન્ય ગણાશે. * કોલ લેટર અડધા કલાકમાં એનઆઈસીની વેબસાઈટ પર ઓપન કરી દેવાશે. જે વિદ્યાર્થીઓને ઓજસની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે. * વિદ્યાર્થીઓને જૂના સેન્ટર મુજબ પર પરીક્ષા આપવાની રહેશે. કોઈપણ વિદ્યાર્થીનું કેન્દ્ર નહિ બદલાય. * જે ઉમેદવારોએ પોતાના નામો રજિસ્ટ્રેશન કરાવ્યા છે તે તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકશે * રાજ્યના ૩૧૭૧ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. મેરીટના આધારે ૩૭૭૧ ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. * તમામ અનામતની જોગવાઈઓ લાગુ કરીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.

બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ૩ની પરીક્ષામાં રાતોરાત શૌક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવાથી ઉમેદવારો રોષે ભરાતા આખરે સરકારે નમતું મૂકવાની ફરજ પડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરાયા મુજબ વર્ગ ૩ની પરીક્ષામાં હવે ધોરણ ૧૨ પાસ ઉમેદવારો પણ પરીક્ષા માટે લાયક ગણાશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી ૧૭ નવેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં નોંધપાત્ર વિલંબ થયો હોવાથી ઉમેદવારોની ધીરજ ખૂટી ગઈ હતી અને ત્યારબાદ સરકારે એકાએક શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ આગામી પેટા ચૂંટણીમાં સરકારનો બહિષ્કાર કરવાની તેમજ મતદાન નહીં કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ત્યાં સુધી કહ્યું કે જો ક્લાર્ક માટે સરકારને ગ્રેજ્યુએટ ઉમેદવારો જોઈતા હોય તો દેશ ચલાવવા માટે અને કાયદા ઘડવા માટે પણ નેતાઓની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ કરવી જોઈએ.ઉમેદવારોએ સોશિયલ મીડિયા દ્વારા પણ સરકાર સામે પરીક્ષામાં નોંધપાત્ર વિલંબ અને શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર અંગે આક્રોશ ઠાલવ્યો હતો. આખરે ઉમેદવારોના રોષ સામે સરકારે ઝૂકવું પડયું હતું.

રાજ્યમાં પેટા ચૂંટણીનો સમય હોવાથી સરકારે ઓફિસ આસિસ્ટન્ટની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૨ પાસ જ રાખવાનું નક્કી કર્યું છે.થોડા સમય પહેલા જ ગુજરાત સરકાર દ્રારા બિન સચિવાલયની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ અઠવાડિયે એટલે કે તારીખ ૨૦-૧૦-૨૦૧૯ના રોજ આ પરીક્ષા લેવાવાની હતી. પણ કોઈ પણ કારણ વિના પરીક્ષા એક ઝાટકે રદ્દ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓની આંખે અંધારા આવી ગયા હતા. ગુજરાતની ૬ બેઠકો માટેની પેટા ચૂંટણી માથે છે એવા સમયે ભાજપની સરકાર કોઈ મોટું રિસ્ક ઉઠાવવા નહોતી માગતી. ગુજરાતમાં મોટાભાગના યુવાનો છે. જેમના પર ચૂંટણી જીતવા કોઈ પણ પક્ષને આધારિત રહેવું પડતું હોય છે.

બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગુજરાતભરમાં પરીક્ષાર્થીઓનો હોબાળો

હરેન પંડ્યા હત્યા કેસ : ૧૦ અપરાધીઓ દ્વારા કરાયેલી ફેરવિચારણા અરજી ફગાવતી સુપ્રીમ

અમદાવાદ : ડીપીએસ સ્કૂલે નિત્યાનંદ આશ્રમ સાથેના તમામ સંબંધો તોડ્યા

ગુજરાત : ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ખાનગી, સરકારી, માલવાહક વાહનોના દંડમાં પાંચ ગણો વધારો

અમદાવાદ : જૂની પેન્શન યોજનાની માંગ સાથે રાજ્ય-કેન્દ્રના કર્મચારીઓ દ્વારા આંદોલન

બિનસચિવાલયની પરીક્ષામાં પેપર ફૂટ્યાનો આક્ષેપ, ઉમેદવારોએ મચાવ્યો હોબાળો

પંચમહાલ ભાજપના પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી વિરૂદ્ઘ કરોડોની ઉચાપતની ફરિયાદ

કેન્દ્રમાં ભાજપ હોવાથી સુપ્રીમે અયોધ્યા કેસનો ચુકાદો આપણી તરફેણમાં આપ્યો : મનસુખ વસાવા