Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
અયોધ્યા વિવાદમાં ૪૦ દિવસ બાદ સુનાવણી પૂર્ણ : સુપ્રીમના નિર્ણય પર સૌની નજર
કોર્ટે લેખિત સોગંદનામું,મોલ્ડિંગ ઓફ રિલીફ પર લેખિતમાં રજૂ કરવા માટે ૩ દિવસનો સમય આપ્યો : ૨૩ દિવસમાં ચૂકાદો આવવાની શક્યતા : હિન્દુ મહા સભા વકીલ : મુસ્લિમ પક્ષના વકીલે નક્શો ફાડી નાંખતા હોબાળો
17/10/2019 00:10 AM Send-Mail
હિન્દુ-મુસ્લિમ પક્ષના વકીલોમાં બોલાચાલી
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આ દરમિયાન નિર્ણયના અનુવાદ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, રામ જન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિના વકીલ પીએન મિશ્રાએ અનુવાદને યોગ્ય ગણાવ્યું અને વધુ એક ફકરો વાંચ્યા, પણ અમે તેમને પહેલા પણ સાંભળી ચુક્યા છીએ. બાબર દ્વારા મસ્જિદના નિર્માણ માટે ગ્રાન્ટ અને ભાડું માફ કરવાના દસ્તાવેજ છે. આ અંગે જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, ગ્રાન્ટમાંથી તમને માલિકી અધિકારની પુષ્ટી કેવી રીતે થાય છે? રાજીવ ધવને કહ્યું કે, જમીદારી અને ભાડાના જમાના પ્રમાણે જોવા જઈએ તો જમીનના માલિકને જ ગ્રાન્ટ મળતી હતી. રાજીવ ધવને કહ્યું કે, આ લોકોની દલીલો મૂર્ખતા ભરેલી છે કારણ કે તેમને ભૂમિ કાયદા અંગેની કોઈ માહિતી નથી. આ અંગે પીએન મિક્ષાએ કહ્યું કે, લેન્ડલોજ પર બે પુસ્તક લખ્યા છે અને તમે કહી રહ્યાં છો કે મને કાયદો નથી ખબર. આ અંગે રાજીવ ધવને કહ્યું કે,તમારા પુસ્તકોને સલામ તેની પર પીએચડી કરી લો.

ચુકાદા પહેલા જ યુપીમાં એલર્ટ ૩૦ નવે. સુધી અધિકારીઓની રજા રદ
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો આજે અંતિમ દિવસ હતો સુનાવણી પુરી થયા બાદ કોર્ટનો ચુકાદો આવવામાં એક મહિનાનો સમય લાગી શકે છે.આ દરમિયાન અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકારે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. બીજી તરફ યુપીમાં ૩૦ નવેમ્બર સુધી તમામ પોલીસ અધિકારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે. તેમને હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે આદેશ અપાયા છે.આ પહેલા સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે કાર્યવાહી શરૃ થઈ ચુકી છે. અયોધ્યામાં તમામ અધિકારીઓ અને પોલીસ જવાનોને તૈનાત કરી દેવાયા છે. વધારાના પોલીસ ફોર્સની બીજા જિલ્લાઓમાંથી માંગણી કરવામાં આવી છે.આસપાસના પ્રયાગરાજ, ગોરખપુર અને વારાણસી ઝોનના પોલીસ વડાઓને આ માટે પત્ર લખવામાં આવ્યો છે. કુલ મળીને અયોધ્યામાં ૩૦ ઇન્સ્પેકટર, ૫૦ સબ ઇન્સ્પેકટર, ૧૦ મહિલા સબ ઇન્સ્પેકટર, તથા સેંકડો જવાનોને અયોધ્યા પહોંચવાના નિર્દેશ અપાયા છે.

દશકાઓથી ચાલી રહેલા અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસની આજે અંતિમ સુનાવણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આજે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો છે. હિન્દુ પક્ષ તરફથી નિર્મોહી અખાડા, હિન્દુ મહાસભા, રામજન્મભૂમિ ન્યાસ તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી. જ્યારે મુસ્લિમ પક્ષ તરફથી રાજીવ ધવને તેમની દલીલો રજૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવેમ્બરના પહેલાં સપ્તાહમાં આ કેસનો ચુકાદો આવી શકે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આજે સાંજે ૫ વાગે સુનાવણી ખતમ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ દરેક પક્ષોએ ૪ વાગતા સુધીમાં જ દલીલો પૂર્ણ કરી દીધી હતી. હવે આગામી ૨૩ દિવસ બાદ સુપ્રીમ દ્રારા ચૂકાદા પર સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ ૧૭ નવેમ્બરે નિવૃત્ત થશે તે પહેલાં ચુકાદો આવી જાય તેવી પ્રબળ સંભાવના છે.

સુપ્રીમ કોર્ટમાં સૌથી અંતમાં મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રાખવામાં આવી. હવે સુપ્રીમ કોર્ટે લિખિત સોગંદનામું, મોલ્ડિંગ ઑફ રિલીફને રિલીફમાં જમા કરવા માટે ૩ દિવસનો સમય આપ્યો છે.

આજે છેલ્લા દિવસે પણ બંને પક્ષો વચ્ચે ધારદાર દલીલો થઈ હતી. કોર્ટમાં જજોની બેંચ સામે મુસ્લિમ પક્ષ (સુન્ની વક્ફ બોર્ડ)ના વકીલે અયોધ્યા સંબંધિત એક નક્શો ફાડી નાખ્યો હતો, જેના પર કોર્ટમાં હોબાળો થઈ ગયો. તેના પછી હિન્દુ મહાસભાના વકીલ અને મુસ્લિમ પક્ષના વકીલે તીખી પ્રતિક્રિયા આપી, જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નારાજગી વ્યક્ત કરી. ૪૦મા દિવસની સુનાવણીમાં હિન્દુ મહાસભાના વકીલ વિકાસસિંહે અયોધ્યા સંબંધિત એક નક્શો બતાવ્યો. આ નક્શો ઓક્સફર્ડના એક પુસ્તકનો ભાગ હતો. આ નક્શામાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ફાડી નાખ્યો. મળતી માહિતી મુજબ, તેમણે નક્શાના પાંચ ટૂકડા કરી નાખ્યા. નક્શો ફાડવાની ઘટના બાદ કોર્ટમાં વકીલો વચ્ચે તણખા ઝર્યા હતા. તેના પર ચીફ જસ્ટિસ સહિત આખી બેચે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે જો વાદવિવાદ આ રીતે ચાલ્યો તો તેઓ ઉઠીને જતા રહેશે. તેના પર હિન્દુ મહાસભાના વકીલે કહ્યું કે તેઓ કોર્ટની ઘણી ઈજ્જત કરે છે અને તેમણે કોર્ટની મર્યાદા ભંગ નથી કરી. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, "નકશા પરથી લાગે છે કે રામ ચબૂતરો અંદર હતો." આના પર રાજીવ ધવને કહ્યું કે, "બંને તરફ કબ્રસ્તાન છે. ચબૂતરો પણ મસ્જિદનો ભાગ છે. ફક્ત ઇમારત જ નહીં, પરંતુ આખી જગ્યા મસ્જિદનો ભાગ છે."