Sardar Gurjari

સોમવાર, તા. ૬ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૧, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૧

મુખ્ય સમાચાર :
શ્રી પી.એમ. પટેલ કોલેજ ઓફ ઈલેક્ટ્રોનીક્સમાં ગાંધી જયંતીની ઉજવણી
17/10/2019 00:10 AM Send-Mail
આણંદની શ્રી પી.એમ. પટેલ કોલેજ ઓફ ઈલેક્ટ્રોનિક્સ, શ્રી પી.એમ. પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ બાયોસાયન્સ તથા શ્રી પી.એમ. પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ એમએસસી બાયોસાયન્સના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં અવી હતી. જેમાં પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલે ગાંધીજીના વ્યક્તિત્વ અને વિચારધારા અંગે વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી આપી હતી.

ઉજવણી દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં ગાંધીજી દ્વારા રચાયેલા અનેક સામયિકો દ્વારા ગાંધીજીએ સામાજિક,રાજકીય, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, કેળવણી તેમજ આરોગ્યવિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવંત સંપર્ક સાંધેલો તે અંગે પણ જવાબદારી પૂરી પાડવામાં આવી હતી. ગાંધીજી વિષયક પર વકતૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પી.એમ. પટેલ સંચાલિત ત્રણેય કોલેજોના આચાર્યો ડો. હર્ષદ મંડોલા, ડો. બ્રિજેશ પટેલ તેમજ ડો. મંથન કપૂરીયાએ ગાંધીજીના જીવનચરિત્ર અંગે વિસ્તૃતમાં જાણકારી પૂરી પાડી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. સંસ્થાના સીઈઓ પાર્થ બી. પટેલ, રજિસ્ટ્રાર ઈશિતા પી. પટેલ, એડમિન વિભાગના યુગમાબેન પટેલે ઉજવણીના આયોજન બદલ અભિનંદન પઠવ્યા હતા.