Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
એમ.યુ. પટેલ (ટેક) હાઈસ્કૂલમાં ગાંધી જયંતીની ઉજવણી
17/10/2019 00:10 AM Send-Mail
ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એમ.યુ.પટેલ (ટેક) હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

શાળાના આચાર્ય ડો. એસ.એસ. પારગીએ સૌને આવકારી ગાંધી જયંતી વિશે માહિતી આપી હતી. સુપરવાઈઝર ગુણવંતભાઈએ મહાત્મા ગાંધીના જીવન પર આધારિત પ્રશ્નમંચનું આયોજન કર્યું હતું. પ્રશ્નમંચમાં બી.એડ. પ્રશિક્ષણાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષક ડી.આર.ચૌધરીએ તથા પ્રશિક્ષણાર્થી અર્પિતા ચૌધરીએ ગાંધીજીના જીવન અને કાર્ય વિશે વિસ્તૃત માહિતી આપી હતી.પ્રશિક્ષણાર્થી બહેનોએ ગાંધીપ્રિય ભજન ‘‘વૈષ્ણવજન’’ પ્રભાવી ઢબે ગાયું હતું. સમારંભનું સંચાલન ગુણવંતભાઈ વાળંદે અને આભારવિધિ આર.બી.ડોડીયાએ કરી હતી.