Sardar Gurjari

સોમવાર, તા. ૬ જુલાઈ, ૨૦૨૦, અષાઢ વદ ૧, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૨૧

મુખ્ય સમાચાર :
વિદ્યાનગર : ૧૩ ગુજરાત બટાલીયન એન.સી.સી.ના કેડેટ્સનો ઉત્કૃષ્ટ દેેખાવ
17/10/2019 00:10 AM Send-Mail
નવી દીલ્હી ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા થબ સૈનિક કેમ્પ ૨૦૧૯માં તમામ રાજ્યોનાં એન.સી.સી. કેડેટ્સે ભાગ લીધો હતો. આ કેમ્પમાં જુદી જુદી એન.સી.સી. નેશનલ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં ગુજરાત રાજ્ય એન.સી.સી.નું પ્રતિનિધિત્વ કરતાં ૧૩ ગુજરાત બટાલીયન એન.સી.સી. વિદ્યાનગરના કેડેટ્સે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં કેડેટ પરમાર દિનેશ (આણંદ), ઈન્ટરડાયેરે કરોરેટ શુંટિગ સ્પર્ધામાં ગ્રુપિંગમાં વ્યક્તિગત સુર્વણ પદક તથા આંજણા પટેલ ભૂમિ (આણંદ કોમર્સ કોલેજ, આણંદ) રાઈફલ શુંટિગમાં ટીમ રજત પદક હાંસલ કર્યો છે. એન.સી.સી.ના કેડેટ્સના ઉત્કૃષ્ટ દેખાવ બદલ વલ્લભ વિદ્યાનગર એન.સી.સી. ગ્રુપ હેડક્વાર્ટસના ગ્રુપ કમાંન્ડર બ્રિગેડીયર આર.કે. ગાયકવાડ તથા ૧૩ ગુજરાત બટાલીયન કમાંન્ડીંગ ઓફિસર કર્નલ જી.પી.ચૌધરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

તદ્ઉપરાંત એન.સી.સી. ડાયરેક્ટરેટ ગુજરાતની ઈન્ટર ડાયે રેક્ટોરેટ રાઈફલ શુટિગ ટીમનો ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો હતો. જેમાં ૧ સુવર્ણ પદક, ૧ ટીમ રજત પદક તથા ૧ કાસ્ય પદક ટીમે મેળવ્યા હતા. ટીમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ કોચ નિખિલ મુકેશભાઈ પારેખનું વિશેષ સન્માન એન.સી.સી.ગ્રુપ હેડક્વાટર્સ વિ.વિ.નગરના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર આર.કે. ગાયકવાડ તથા ૧૩ ગુજરાત બટાલીયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ જી.પી.ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.