Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શરદોત્સવની ઉજવણી
16/10/2019 00:10 AM Send-Mail
વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શરદપૂર્ણિમાની રાત્રે શરદોત્સવની ઉજવણી લાલજી પૂ. સૌરભપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. સંતો અને સત્સંગીઓએ રાસોત્સવ માણ્યો હતો.

ભગવાન સ્વામિનારાયણને રાસોત્સવ અતિ પ્રિય હતો. શ્રીજી મહારાજના સમકાલીન અને આજ્ઞાપાલક ધર્મનિષ્ઠ પ.ભ.ઝીણાભાઈની ભક્તિને વશ થઈ શ્રીજી મહારાજે પંચાળામાં સંતો અને હરિભક્તો સાથે રાસોત્સવ ઉજવ્યો હતો. ભગવાન મન ભરીને રાસ રમ્યા હતા એટલું જ નહીં અનંતરૂપે સહુને દર્શન પણ આપ્યા હતા. આસો માસની પિૂર્ણમાને શરદપૂર્ણિમા, રાસ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા કે વાલ્મિકી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ચંદ્રમાની રાત્રે ચંદ્રના કિરણો પૃથ્વી પર રેલાય છે ત્યારે શીતળતાનો અનુભવ થાય છે. શ્રીકૃષ્ણ પરમાત્માએ આ દિવસે રાધાજી અને ગોપીઓ સંગ મહારાસ રચ્યો હતો. આ રાસ એટલે આત્મા અને પરમાત્માનું મિલન, નિષ્કામ ભાવે ગોપીઓ પર શ્રીકૃષ્ણ પરમાત્મા અમી કૃપા વરસાવે છે. ચંદ્ર એ કીર્તિનું પ્રતીક છે.

શરદોત્સવની ઉજવણી પ્રસંગે વડતાલ મંદિર પરિસરમાં આવેલ હરિમંડપના પાછળના ભાગે વિશાળ સ્ટેજની સામે માંડવડી રચવામાં આવી હતી. માંડવડીમાં સિંહાસન પર પટમૂર્તિ તથા પ્રસાદીના ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા. પૂ. લાલજી મહારાજના હસ્તે શ્રીહરિની પાંચ આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે પૂ. નૌતમસ્વામી, પૂ. જ્ઞાનજીવનસ્વામી, પૂ. દેવપ્રકાશ સ્વામી, પૂ. ઘનશ્યામ સ્વામી, પૂ. બ્રહ્મસ્વરૂપ સ્વામી, પૂ. શ્રીવલ્લભ સ્વામી, પૂ. ગોવિંદ સ્વામી, પૂ. ડો. સંત સ્વામી સહિત સંતો, પાર્ષદો ઉપસ્થિત રહ્યા હતા. નાવલી તથા રામનગર ગુરુકુળના વિદ્યાર્થીઓએ રાસની રમઝટ બોલાવી હતી. ગુણાતીત યુવક મંડળના સભ્યોએ ઓર્કેસ્ટ્રા દ્વારા રાસની રમઝટ બોલાવી હતી.

જિલ્લાના ૧૦૦થી વધુ ગામોના સરપંચોનું કલેકટરને આવેદનપત્ર

નડિયાદ : કોલેજ રોડ પરની હોટેલો દ્વારા ઠલવાતા એંઠવાડથી સ્થાનિકો પરેશાન

નડિયાદ પાલિકા દ્વારા સુએજ પ્લાન્ટમાં સળગાવાતા કચરાથી પ્રદૂષણ અંગે સ્થાનિકોનું આવેદનપત્ર

ખેડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાતા ત્વરિત નિર્ણય અને કડક પગલાંથી સ્થાનિક રાજકારણમાં હડકંપ

ચકલાસી નગરપાલિકામાં ભાજપનું નાક બચ્યું, બીજી ટર્મ માટે ભરત વાઘેલાની પ્રમુખપદે વરણી

ચકલાસી નગર પાલિકાની આજની બોર્ડ બેઠક વહીવટી બોડીની વરણી હાઇ પ્રોફાઇલ બની રહેશે !

નડિયાદ : રાફેલ મુદ્દે રાહુલ ગાંધી પ્રજાની માફી માંગેની માંગ સાથે ભાજપ દ્વારા ધરણાં

નડિયાદ: શેઢી સિંચાઇની સબ કેનાલોમાં સફાઇના નામે ભ્રષ્ટાચાર : કેનાલોમાં ઘાસ ઊગી નીકળ્યું