Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
નડિયાદ : પ.બંગાળમાં હિન્દુઓની હત્યાના વિરોધમાં વિહિપ દ્વારા આવેદનપત્ર
કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડતા રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માંગ
16/10/2019 00:10 AM Send-Mail
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની થઇ રહેલી હત્યાઓને લઇ વિશ્વ હિન્દુ પરિષદ ચિતિંત બન્યું છે. મમતા બેનરજીની સરકાર દ્વારા બાંગ્લા દેશમાંથી આવતા વિધર્મીઓને પ્રોત્સાહીત કરવામાં આવી રહ્યા છે અને હિન્દુઓની સાથે અન્યાય થઇ રહ્યાના આક્ષેપ સાથે આજે ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. વિહીપે માંગણી કરી છેકે પશ્ચિમ બંગાળની સ્થિતિને જોતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઇએ.

૧૦ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિન્દુ પરીવાર અને આરએસએસના કાર્યકર્તા પ્રકાશ પાલ, તેમના પત્ની અને ૮ વર્ષના દીકરાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પાછળ બાંગ્લા દેશી મુસ્લિમોનો હાથ હોવાનો આક્ષેપ વિહીપ દ્વારા કરાયો છે. સમગ્ર ઘટનાનો વિરોધ કરતા વિહીપે જણાવ્યુ છેકે આ પ્રકારની ઘટનાથી સમસ્ત હિન્દુ સમાજ ને ખૂબ જ આઘાત લાગ્યો છે. બંગાળ એ ત્યાના હિન્દુ સમાજના લોકો માટે આતંક બની ગયુ છે. અહી ગેરકાયદેસર બાંગ્લાદેશી મુસલમાનોની ઘૂસણખોરીને કારણે તેમની સંખ્યામાં અતિશય વધારો થઇ રહ્યો છે. પરંતુ વોટની લાલચમાં ત્યાની મમતા સરકાર ગેરકાયદેસર ઘૂસી બેઠેલા બાંગ્લાદેશીઓને સામે કોઇ કાયદેસર કાર્યવાહી કરી રહી નથી. જેથી બાંગલાદેશી ઘૂસણખોરો હિન્દુ સમાજની વિરૂધ્ધમાં દુષ્કૃત્યો આચરવા માટે પ્રોત્સાહિત થઇ રહ્યા છે. જે ભારતમાં હિન્દુ સમાજના અસ્તિત્વ માટે અતિ ગંભીર િંચતાનો વિષય છે.

બંગાળમાં છેલ્લા કેટલાક સમયથી સર્જાઇ રહેલી સ્થિતિ અંગે િંચતા વ્યક્ત કરતા વિહીપ દ્વારા મમતા સરકારને હટાવવા અને પશ્ચિમ બંગાળની કમાન રાષ્ટ્રપતિના હાથમાં આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત પ્રકાસ પાલ તેમજ તેમના પરીવારની હત્યાની તપાસ સીબીઆઇને સોપવામાં આવ, સમગ્ર બંગાળમાં એન.આર.સીનો અમલ કરવામાં આવે, નાગરીકતા બિલમાં તપાસ કરી બાંગલાદેશથી હેરાન થઇ આવેલ હિન્દુઓને ભારતનું નાગરિક્ત્વ તેમજ પશ્ચિમ બંગાળમાં ઘૂસી બેઠેલા અને નિવાસ કરતા દેશદ્રોહી અસામાજિક તત્વોને શોધી તેમની સામે પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિહીપ દ્વારા કરાયેલ આ તમામ માંગણીઓને રાષ્ટ્રપતિ સુધી પહોચાડવા માટે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે. ખેડા જિલ્લા વિહીપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં પ્રાંત બજરંગદળ સંયોજક મુકેશભાઇ, ખેડા જિલ્લા પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલ, આરએસએસના પ્રાંત ઉપાધ્યક્ષ કમલેશભાઇ સુતરીયા, ચિરાગભાઇ પટેલ, બજરંગદળ સંયોજક રુસી બારોટ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

જિલ્લાના ૧૦૦થી વધુ ગામોના સરપંચોનું કલેકટરને આવેદનપત્ર

નડિયાદ : કોલેજ રોડ પરની હોટેલો દ્વારા ઠલવાતા એંઠવાડથી સ્થાનિકો પરેશાન

નડિયાદ પાલિકા દ્વારા સુએજ પ્લાન્ટમાં સળગાવાતા કચરાથી પ્રદૂષણ અંગે સ્થાનિકોનું આવેદનપત્ર

ખેડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાતા ત્વરિત નિર્ણય અને કડક પગલાંથી સ્થાનિક રાજકારણમાં હડકંપ

ચકલાસી નગરપાલિકામાં ભાજપનું નાક બચ્યું, બીજી ટર્મ માટે ભરત વાઘેલાની પ્રમુખપદે વરણી

ચકલાસી નગર પાલિકાની આજની બોર્ડ બેઠક વહીવટી બોડીની વરણી હાઇ પ્રોફાઇલ બની રહેશે !

નડિયાદ : રાફેલ મુદ્દે રાહુલ ગાંધી પ્રજાની માફી માંગેની માંગ સાથે ભાજપ દ્વારા ધરણાં

નડિયાદ: શેઢી સિંચાઇની સબ કેનાલોમાં સફાઇના નામે ભ્રષ્ટાચાર : કેનાલોમાં ઘાસ ઊગી નીકળ્યું