Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
નડિયાદ : હાયર પેન્શનની માંગણીને લઇ એસ.ટી.ના નિવૃત કર્મચારીઓનું કલેકટરને આવેદનપત્ર
જિલ્લામાં ૧૯૯૫ બાદ રીટાયર્ડ થયેલા ૫ હજારથી વધુ કર્મચારીઓ, માસિક પ૦૦થી ૩ હજારનું ચૂકવાતું પેન્શન
15/10/2019 00:10 AM Send-Mail
એસ.ટી.નિગમમાં ફરજ બજાવી ચુકેલા અને ૧૯૯૫ બાદ રીટાયર્ડ થયેલા ખેડા જિલ્લાના કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી હાયર પેન્શનની માંગ કરવામાં આવી છે. પેન્શનર્સ સેવા મંડળના આગેવાનોએ રજુઆત કરી હતી કે ૧૯૯૫ બાદ માત્ર ખેડા જિલ્લામાં ૫ હજારથી વધારે એસ.ટી.ના કર્મચારીઓ નિવૃત થયા છે. જેઓને માસિક રૂ.પ૦૦થી ૩ હજાર સુધીનું પેન્શન ચૂકવીને સરકાર મજાક કરી રહ્યાનું લાગી રહ્યું છે.

ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતા પેન્શનર્સ સેવા મંડળના આગેવાનોએ જણાવ્યુ હતુ કે હાલ એસ.ટી. નિગમ દ્વારા પેન્શનરોને અપાતું પેન્શન હાંસી પાત્ર છે. નોકરીના સમયે રૂ.૫૦ હજાર સુધીનો પગાર મળતો હતો તેવા કર્મચારીઓને હાલ રૂ.૨,૫૦૦ તેમજ જે કર્મચારીઓને રૂ.૭૦ હજાર પગાર મળતો હતો તેમને રૂ.૨,૭૦૦ જેવુ નજીવુ પેન્સન ચુકવવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૧૬માં સુપ્રિમ કોર્ટ ચુકાદો આપ્યો હતો કે જેતે રાજ્યની સરકારોએ રીટાયર્ડ થયેલા કર્મચારીઓને ઓછામાં ઓછુ ૫ હજાર અને વધુમાં વધુ ૬,૫૦૦ સુધી પેન્શન આપવાનું જ. બીજી તરફ સરકારનો નિયમ છેકે દરેક રીટાયર્ડ થયેલા કર્મચારીને બેઝિક પગારના ૫૦ ટકા પેન્શન ચુકવવાનું હોય છે. આમ છતા એસ.ટી. નિગમ દ્વારા રીટાયર્ડ થયેલા કર્મચારી સાથે અન્યાય કરવામાં આવી રહ્યાનો રોષ વ્યકત કર્યો હતો.


જિલ્લાના ૧૦૦થી વધુ ગામોના સરપંચોનું કલેકટરને આવેદનપત્ર

નડિયાદ : કોલેજ રોડ પરની હોટેલો દ્વારા ઠલવાતા એંઠવાડથી સ્થાનિકો પરેશાન

નડિયાદ પાલિકા દ્વારા સુએજ પ્લાન્ટમાં સળગાવાતા કચરાથી પ્રદૂષણ અંગે સ્થાનિકોનું આવેદનપત્ર

ખેડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાતા ત્વરિત નિર્ણય અને કડક પગલાંથી સ્થાનિક રાજકારણમાં હડકંપ

ચકલાસી નગરપાલિકામાં ભાજપનું નાક બચ્યું, બીજી ટર્મ માટે ભરત વાઘેલાની પ્રમુખપદે વરણી

ચકલાસી નગર પાલિકાની આજની બોર્ડ બેઠક વહીવટી બોડીની વરણી હાઇ પ્રોફાઇલ બની રહેશે !

નડિયાદ : રાફેલ મુદ્દે રાહુલ ગાંધી પ્રજાની માફી માંગેની માંગ સાથે ભાજપ દ્વારા ધરણાં

નડિયાદ: શેઢી સિંચાઇની સબ કેનાલોમાં સફાઇના નામે ભ્રષ્ટાચાર : કેનાલોમાં ઘાસ ઊગી નીકળ્યું