Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
નડિયાદ: આરટીઓથી રેલવે સ્ટેશન સુધી વન-વેના જાહેરનામાનો પુરવઠાના વાહનો દ્વારા સરેઆમ ભંગ
વન વેમાં ઘૂસીને સાઇડમાં પાર્ક થતી પુરવઠા વિભાગની ટ્રકોના કારણે ટ્રાફિકજામની સમસ્યા
14/10/2019 00:10 AM Send-Mail
નડિયાદ શહેરમાં ટ્રાફિકની સ્થિતિને પહોચી વળવા જુની કલેક્ટર કચેરી અને આરટીઓની વચ્ચેથી પસાર થતા રસ્તાને છેક બસ સ્ટેન્ડ સુધી વન વે જાહેર કરાયો છે. પરંતુ પુરવઠા વિભાગના ગોડાઉન જુની કલેક્ટર કચેરીની સામે અને આરટીઓની બાજુમાં જ આવેલા હોવાથી જિલ્લાનો પુરવઠો લેવા આવતી લોડીંગ ટ્રકો નો-એન્ટ્રીમાં ઘૂસી રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવી રહી છે. જેના કારણે સામાન્ય દિવસોમાં અહી ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ રહી છે. આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહયા છે અને નડિયાદ શહેરમાં વાહનોની અવર જવર વધશે ત્યારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતી પુરવઠા વિભાગની ટ્રકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી હોવાનો મત વ્યકત થઇ રહ્યો છે.

નડિયાદ શહેરમાં અગાઉની જૂની કલેક્ટર કચેરીમાં હાલ સાંસદ સુવીધા કેન્દ્ર કાર્યરત છે તેની આસપાસ આરટીઓ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પુરવઠા વિભાગના ગોડાઉનો આવેલા છે. વળી શહેરમાં સંતરામ રોડ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન થઇ અમદાવાદ અને કપડવંજ તરફ જતો ટ્રાફિક પણ આજ રસ્તે પસાર થતો હોય છે.આથી દિવસભર આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ રહે છે. ભારે ટ્રાફિકને કારણે જ આ રોડને વન વે જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે આરટીઓથી આગળ આ રોડ પર વાહનોને લઇ જવા પ્રતિબંધીત છે. પરંતુ જિલ્લા પુરવઠા વિભાગના ગોડાઉનોમાંથી અનાજ લેવા આવતી ટ્રકોના ચાલકો આજ રસ્તા પર પોતાની ટ્રકો પાર્ક કરી દેતા હોય છે. જેના કારણે રસ્તો સાંકડો બની જતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ રહી છે.

તાજેતરમાં આરટીઓની કામગીરીનું પણ ભારણ વધ્યુ છે જેના કારણે આરટીઓમાં અરજદારોની સંખ્યાનો ઘસારો જોઇ આરટીઓનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવતો હોઇ કામ અર્થ આવતા વાહન ચાલકો પોતાના વાહનો બહાર પાર્ક કરતા હોય છે. આમ, પુરવઠા વિભાગની ટ્રકો અને આરટીઓમાં આવતા અરજદારોના વાહનોને કારણે આ રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વ્યાપક બની છે. આગામી સમયમાં દિવાળીના તહેવારોમાં નડિયાદ શહેરમાં આવતા વાહનોની સંખ્યાંમાં વધારો નોધાશે. ત્યારે આવનાર સમસ્યાનો સામનો કરવા અત્યારથી જ આ રસ્તા પર પાર્ક થતા ભારે વાહનો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તો ટ્રાફિક નિયમન જળવાશેનો મત વ્યકત થઇ રહ્યો છે.

જિલ્લાના ૧૦૦થી વધુ ગામોના સરપંચોનું કલેકટરને આવેદનપત્ર

નડિયાદ : કોલેજ રોડ પરની હોટેલો દ્વારા ઠલવાતા એંઠવાડથી સ્થાનિકો પરેશાન

નડિયાદ પાલિકા દ્વારા સુએજ પ્લાન્ટમાં સળગાવાતા કચરાથી પ્રદૂષણ અંગે સ્થાનિકોનું આવેદનપત્ર

ખેડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાતા ત્વરિત નિર્ણય અને કડક પગલાંથી સ્થાનિક રાજકારણમાં હડકંપ

ચકલાસી નગરપાલિકામાં ભાજપનું નાક બચ્યું, બીજી ટર્મ માટે ભરત વાઘેલાની પ્રમુખપદે વરણી

ચકલાસી નગર પાલિકાની આજની બોર્ડ બેઠક વહીવટી બોડીની વરણી હાઇ પ્રોફાઇલ બની રહેશે !

નડિયાદ : રાફેલ મુદ્દે રાહુલ ગાંધી પ્રજાની માફી માંગેની માંગ સાથે ભાજપ દ્વારા ધરણાં

નડિયાદ: શેઢી સિંચાઇની સબ કેનાલોમાં સફાઇના નામે ભ્રષ્ટાચાર : કેનાલોમાં ઘાસ ઊગી નીકળ્યું