Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
ડાકોર : માણેક ઠારી પૂનમે જગતનાથે ધારણ કર્યો સવા લાખનો મુગટ
રાસલીલાનો શ્રુંગાર અને ચાંદીના દાંડીયા ધારણ કરેલ શ્રીજીના દર્શનાર્થ ભાવિકજનો ઉમટયા
14/10/2019 00:10 AM Send-Mail
આજે શરદ પૂર્ણિમા અને રવિવારનો સંયોગ હોવાથી ડાકોરમાં રાજા રણછોડના દર્શનાર્થ લાખોની સંખ્યામાં ભાવિકજનો ઉમટયા હતા. શરદ પૂનમને માણેક ઠારી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીજી ભગવાન વર્ષમાં ત્રણ વખત ધારણ કરે છે તે મહામૂલ્ય મહામુગટ આજે ધારણ કરાવાયો હતો. પૌરાણિક મહામુગટ હિરા, માણેક, સોના સાથે રત્નજડિત છે.

આજે સવારે પ કલાકે મંગળા આરતી દર્શન બાદ પ્રભુને મોટો મુગુટ ધારણ કરાવ્યા બાદ શ્રીજીની કપૂર આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ત્રણે ભોગ ધરાવાયા હતા. મહામૂલ્ય મુગટ સાંજ સુધી શ્રીજીના મસ્તક પર શોભાયમાન હતો. જેના દર્શનાર્થ દિવસભર ભાવિકજનોની સતત ભીડ ઉમટતી રહી હતી. મંદિરનું ગર્ભગૃહ ભકતજનોની અવરજવરથી ધબકતું રહ્યું હતું.

આજે રાસોત્સવ પૂનમ હોવાથી શ્રીજીને શયન સખડીના સમયે તિલક સાથે રાસલીલાનો શાહી શ્રુંગાર ધારણ કરાવાયો હતો. આ સાથે શ્રીજીએ ચાંદીના દાંડીયા ધારણ કર્યા હતા. પ્રભુના આ વિશેષ દર્શન કરીને ભાવિકજનો કૃતાર્થ થયા હતા. શયનભોગ બાદ પ્રભુને દૂધ પૌંઆ ધરાવવામાં આવ્યા હતા. આજે મોટી સંખ્યામાં ભાવિકજનો ઉમટયા હોવાથી શ્રીજીના દર્શનના સમયમાં વધારો કરવા સહિત દર્શનાર્થીઓની સલામતી માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જિલ્લાના ૧૦૦થી વધુ ગામોના સરપંચોનું કલેકટરને આવેદનપત્ર

નડિયાદ : કોલેજ રોડ પરની હોટેલો દ્વારા ઠલવાતા એંઠવાડથી સ્થાનિકો પરેશાન

નડિયાદ પાલિકા દ્વારા સુએજ પ્લાન્ટમાં સળગાવાતા કચરાથી પ્રદૂષણ અંગે સ્થાનિકોનું આવેદનપત્ર

ખેડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાતા ત્વરિત નિર્ણય અને કડક પગલાંથી સ્થાનિક રાજકારણમાં હડકંપ

ચકલાસી નગરપાલિકામાં ભાજપનું નાક બચ્યું, બીજી ટર્મ માટે ભરત વાઘેલાની પ્રમુખપદે વરણી

ચકલાસી નગર પાલિકાની આજની બોર્ડ બેઠક વહીવટી બોડીની વરણી હાઇ પ્રોફાઇલ બની રહેશે !

નડિયાદ : રાફેલ મુદ્દે રાહુલ ગાંધી પ્રજાની માફી માંગેની માંગ સાથે ભાજપ દ્વારા ધરણાં

નડિયાદ: શેઢી સિંચાઇની સબ કેનાલોમાં સફાઇના નામે ભ્રષ્ટાચાર : કેનાલોમાં ઘાસ ઊગી નીકળ્યું