Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
ચોમાસા બાદ નડિયાદના રાજ માર્ગ પર ભુઓ પડ્યો
સોશ્યલ ક્લબથી કબ્રસ્તાન ચોકડી તરફના રોડ પર ભુઓ પડતા ટ્રક ફસાયો
11/10/2019 00:10 AM Send-Mail
નડિયાદ શહેરમાં ચોમાસુ વિતીગયા બાદ હવે ભુવા પડવાની ઘટના બનતા શહેરીજનોમાં ચીંતા ફેલાઇ છે. ભારે વાહનોથી ભરચક રહેતા શહેરના સોશ્યલ ક્લબથી કબ્રસ્તાન ચોકડી તરફ જવાના રસ્તે જનતા ફર્નીચર પાસે આજે બપોરના સમયે અચાનક ભુઓ પડ્યો હતો. માલ ભરીને એક ટ્રક આ રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો, તેજ સમયે ટ્રકના વજનથી રસ્તાની નીચેની જમીન ખસી ગઇ હતી, અને ટ્રકના પાછળના ટાયર ભુઆમાં ફસાઇ ગયા હતા. ચોમાસા બાદ અચાનક આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. સમગ્ર ચોમાસા દરમિયાન ભારેથી અતી ભારે વરસાદ પડ્યો હોવા છતા આ પ્રકારની ઘટના ઘટી ન હતી. પરંતુ ચોમાસા બાદ આ પ્રકારે ઘટના બનતા તેની પાછળ શું કારણ હોઇશકે તેવી લોકોમાં ચર્ચા જામી હતી. અનેક પ્રયાસો બાદ પણ ટ્રક બહાર નિકાળવામાં સફળતા નહી મળતા સ્થાનિકો દ્વારા જેસીબી બોલાવવામાં આવ્યુ હતુ. જેની મદદથી ટ્રકની પાછળની બોડીને બાંધીને ટ્રકને ઉંચો કરવામાં આવ્યો હતો. અને ટ્રકને બહાર ખેચીલેવામાં આવ્યો હતો.




જિલ્લાના ૧૦૦થી વધુ ગામોના સરપંચોનું કલેકટરને આવેદનપત્ર

નડિયાદ : કોલેજ રોડ પરની હોટેલો દ્વારા ઠલવાતા એંઠવાડથી સ્થાનિકો પરેશાન

નડિયાદ પાલિકા દ્વારા સુએજ પ્લાન્ટમાં સળગાવાતા કચરાથી પ્રદૂષણ અંગે સ્થાનિકોનું આવેદનપત્ર

ખેડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાતા ત્વરિત નિર્ણય અને કડક પગલાંથી સ્થાનિક રાજકારણમાં હડકંપ

ચકલાસી નગરપાલિકામાં ભાજપનું નાક બચ્યું, બીજી ટર્મ માટે ભરત વાઘેલાની પ્રમુખપદે વરણી

ચકલાસી નગર પાલિકાની આજની બોર્ડ બેઠક વહીવટી બોડીની વરણી હાઇ પ્રોફાઇલ બની રહેશે !

નડિયાદ : રાફેલ મુદ્દે રાહુલ ગાંધી પ્રજાની માફી માંગેની માંગ સાથે ભાજપ દ્વારા ધરણાં

નડિયાદ: શેઢી સિંચાઇની સબ કેનાલોમાં સફાઇના નામે ભ્રષ્ટાચાર : કેનાલોમાં ઘાસ ઊગી નીકળ્યું