Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૯, આસો વદ ૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૧૨૨

મુખ્ય સમાચાર :
આણંદની સામરખા ચોકડી પાસેથી
ટ્રાફિક શાખાએ ૨.૫૧ લાખનો વિદેશી દારૂ ભરેલી ટેમ્પી સાથે ૧ની ધરપકડ કરી
ટેમ્પીમાંથી વિદેશી દારૂની ૨૩૨ બોટલો મળી આવી
17/09/2019 00:09 AM Send-Mail
આણંદ ટ્રાફિક શાખાએ આજે વાહન ચેકીંગ ઝૂંબેશ દરમ્યાન સામરખા ચોકડી પાસેથી ૨.૫૧ લાખનો વિદેશી દારૂ ભરેલી ટેમ્પી સાથે અમદાવાદના શખ્સને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રાફિક પીએસઆઈ બી. એમ. ગોહિલ તથા સ્ટાફના જવાનો આજથી અમલમાં આવેલા નવા ટ્રાફિકના નિયમોને લઈને સામરખા ચોકડી પાસે વાહન ચેકીંગ ઝૂંબેશ ચલાવી રહ્યા હતા. ત્યારે એક ટેમ્પી નંબર જીજે-૧, ટીબી-૫૬૮૩ની આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને તલાશી લેતાં ટેમ્પીમાંથી વિદેશી દારૂની ૨૩૨ બોટલો કે જેની કિંમત ૨.૫૧ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પીના ચાલકનુ નામઠામ પુછતાં તે અમદાવાદના સરસપુર ખાતે રહેતો મહંમદનીયાઝ મહંમદમુશીર પઠાણ હોવાનું ખુલવા પામ્યું હતુ.

પોલીસે એક લાખની ટેમ્પી સાથે કુલ ૩.૫૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.