Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૯, આસો વદ ૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૧૨૨

મુખ્ય સમાચાર :
દનાદરામાં છેડતીના ગુનામાં હાજર થયેલા ભૂતિયા આરોપીની કબુલાત
માત્ર બે કલાકમાં જ છુટુ થવાનું હોઈ મદદના હેતુથી હાજર થયો હતો
છેડતીના બનાવનો આરોપી અંબાજી ચાલ્યો ગયો હોઈ તેમજ પોલીસના અવારનવાર ઘરે આંટા શરૂ થઈ જતાં આરોપીઓએ પોલીસમાં હાજર થવાનું નક્કી કર્યુ અને કરણ ઘરે ના હોઈ મહેન્દ્રને કરણ બનાવી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા
17/09/2019 00:09 AM Send-Mail
કપડવંજ તાલુકાના દનાદરા ગામમાં એક મહિલાની છેડતી કેસમાં હાજર થયેલા ભુતીયા આરોપીના કેસમાં અસલ આરોપી અંબાજી ગયો હોઈ પોલીસ સ્ટેશનમાં માત્ર બે કલાકનું જ કામ છે તેવુ માની કુટુંબી લોકોની સેવાના હેતુથી ભુતીયા આરોપી તરીકે પોલીસમાં હાજર થયો હોવાની કબુલાત કરી હતી.

મળતી માહિતી મુજબ કપડવંજ રૂરલ પોલીસમાં તા.૧-૯-૧૯ ના રોજ એક મહિલાએ પોતાની સાથે છેડતી તેમજ મારામારી થઈ હોવા બાબતની ફરીયાદ પોતાના કુટુંબી વિજયભાઈ ઈશ્વરભાઈ વાદી, કિશનભાઈ ઈશ્વરભાઈ વાદી, કરણભાઈ ઈશ્વરભાઈ વાદી અને ઈશ્વરભાઈ ચતુરભાઈ વાદી સામે ફરીયાદ નોંધાવી હતી. દરમ્યાન તા.૯-૯-૧૯ ના રોજ આ ચારેય આરોપીઓ કપડવંજ રૂરલ પોલીસમાં હાજર થયાં હતાં. ફરજ પરના અધિકારી પીએસઆઈ એમ. આર. બારોટે આ ચારેય આરોપીઓના ઓળખના પુરાવાઓ માંગ્યાં હતાં.

વિજય, કિશન અને ઈશ્વરે પોતાના ઓળખના પુરાવારૂપે આધારકાર્ડ અને ચુટણીકાર્ડ આપ્યું હતું. જ્યારે કરણ પાસે આવો કોઈ પુરાવો ન હતો. પાછળથી જમા કરાવી દઈશ તેવુ કરણે જણાવ્યું હતું. જો કે આ ચારેય આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા બાદ સબજેલમાં મોકલી દીધાં હતાં. પાછળથી પોલીસને ખબર પડી હતી કે કરણ નામનો આરોપીની જગ્યાએ મહેન્દ્ર વાદી છે. એટલે પોલીસ સામે ઠગાઈ કરનાર આ ચારેય આરોપીઓ તેમજ કરણની ઓળખ આપનાર ગામના અગ્રણી શંકર વાદી સામે પોલીસ દ્વારા વિશ્વાસઘાત ઠગાઈની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ સબજેલમાં હોઈ પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ લઈ વિજય વાદી, કિશન વાદી, ઈશ્વર વાદી અને મહેન્દ્ર વાદીની ધરપકડ કરી છે અને મહેન્દ્રની પુછપરછ હાથ ધરી હતી. તપાસ કરનાર અધિકારી પીએસઆઈ મહેશ જુજાએ જણાવ્યુ હતુ કે પોલીસમાં કિશન, ઈશ્વર, વિજય અને કરણ સામે નોંધાયેલા ગુનાની તપાસ માટે અવારનવાર પોલીસ આ લોકોના ઘરે જતી હતી અને આરોપીઓને શોધવા કામે લાગી હતી. જેથી આરોપીઓએ પોલીસમાં હાજર થઈ જવા નક્કી કર્યુ હતુ. પરંતુ કરણ અંબાજી ચાલ્યો ગયો હોઈ તે હાલના તબક્કે પરત આવી શકે તેમ ન હતો. જેથી મહેન્દ્ર વાદી કે જે પોતાના કુટુંબીક હોઈ તેને કરણ તરીકે હાજર કરવા નક્કી કર્યુ હતુ અને મહેન્દ્રને માત્ર બે કલાક પોલીસમાં રોકાવુ પડશે તેવુ જણાવ્યું હતું. તેના બદલામાં કંઈ સમજીશુ તેવુ જણાવતાં મહેન્દ્ર કરણ તરીકે પોલીસ સ્ટેશનમાં ભુતીયો આરોપી બની હાજર થયો હતો. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગળતેશ્વર : પ્રેમિકાને પામવા પતિની હત્યા કરનાર પ્રેમી પકડાયો

નડિયાદમાં ટોઈંગ વાન પર ફરજ બજાવતાં પોલીસ કર્મચારી સાથે ગાડીના માલિકે ઝઘડો કરતાં ફરિયાદ

કપડવંજના હરિજનવાસમાં ચૌહાણ-વાઘેલા પરિવાર વચ્ચે મારામારી : ૩ ઘાયલ

૨.૫૦ લાખના ચેક રીટર્ન કેસમાં અલીણાના શખ્સને બે વર્ષની કેદની સજા

વીણાની યુવતીને બોરીઆવીના સાસરીયાઓએ ત્રાસ ગુજારતાં ફરિયાદ

રોહિસ્સા ગામે વારસાઈ મુદ્દે જીવલેણ હુમલો કરનાર ત્રણને ૫-૫ વર્ષની સજા

નડિયાદ : ડીએસપી કચેરીથી ૨૦૦ મીટરના અંતરે ધારાશાસ્ત્રીની કારમાંથી પાકીટની ચીલઝડપ

નડિયાદ : સિનિયર સિટિઝનનું એટીએમ કાર્ડ બદલીને આણંદના ગઠિયાએ ૨૦ હજાર ઉપાડી લીધા