Sardar Gurjari

રવિવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૦, કારતક સુદ ૧૪, વિ.સં. ૨૦૭૭, વર્ષ -૨૦, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
ગાંધી ગંજના દબાણો દૂર કરવા મુદ્દે બોરસદ પાલિકા પાણીમાં બેસી ગઇ !
અગાઉ તાકિદ કર્યા બાદ રાજકીય દબાણ આવતા પાલિકાએ દબાણ હટાવવાનું મોકૂફ રાખ્યાની ચર્ચા
17/09/2019 00:09 AM Send-Mail
પાલિકાની કાયદેસરની પ્રક્રિયામાં અમે સૌ ચીફ ઓફિસરની સાથે છીએ : પાલિકા પ્રમુખ
બોરસદ પાલિકા પ્રમુખ રમેશ રબારીએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા કરવામાં આવનાર કાયદેસરની પ્રક્રિયાને લઈ હું અને કાઉન્સિલરો અને ચીફ ઓફિસરની સાથે છીએ. પરંતુ ચીફ ઓફિસર દ્વારા કયાં કારણોસર દબાણો તોડવામાં નથી આવતા તે મને ખબર નથી.

સ્થાનિકો, ગરીબોના દબાણ હટાવવા તૂટી પડતું તંત્ર કેમ લાચાર બન્યું : સ્થાનિકો
સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા ગરીબોના દબાણો હટાવવા એક કલાકની નોટિસ આપ્યા બાદ ટીમો સાથે તૂટી પડે છે. જયારે ગાંધીગંજ એસોસિયેશનને અગાઉ ૩ નોટિસ આપ્યા બાદ આખરી નોટિસ પણ આપવામાં આવી હતી. જેમાં ૨૪ કલાકના અપાયેલ અલ્ટીમેટમને ૭૨ કલાક ઉપરનો સમય થઈ જવા છતાં દબાણ હટાવવામાં પાલિકા કયા પ્રકારની લાચારી અનુભવી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

મારે અન્ય કાર્યક્રમો હોવાથી દબાણો હટાવી શકાય તેમ નથી : ચીફ ઓફિસર
બોરસદ પાલિકાના ચીફ ઓફિસર જયંતીભાઇ પટેલે ગાંધી ગંજ એસો.ના દબાણો મામલે પ્રથમ તો આ વાત અફવા હોવાનું કહયું હતું. બાદમાં તેઓએ પાઠવેલી નોટિસ અંગે પૃચ્છા કરતા જણાવ્યું હતું કે, અત્યારે મારે અન્ય કાર્યક્રમો હોવાથી દબાણો હટાવી શકાય તેમ નથી. ઉપરાંત આગામી કઇ તારીખ સુધીમાં દબાણો હટાવાશે તે પણ નકકી ન હોવાનું જણાવ્યું હતું.આથી ચીફ ઓફિસર પર દબાણ આવ્યું હોવાની વાત સાથે હવે પાલિકા કયારે આ દબાણો હટાવશે તે જોવું રહ્યું.

બોરસદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં ગાંધી ગંજમાં કરાયેલ દબાણોને ર૪ કલાકમાં સ્વખર્ચ હટાવવા નોટિસ આપી હતી. જો અમલવારી નહીં થાય તો પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા દ્વારા દબાણો હટાવાશેની પણ તાકિદ કરવામાં આવી હતી. દરમ્યાન ઉચ્ચાધિકારીઓ અને રાજકીય દબાણના કારણે પાલિકા દબાણ હટાવવા મામલે પાણીમાં બેસી ગયાની સર્જાયેલ સ્થિતિ શહેરમાં ચર્ચાનું કારણ બની છે. બીજી તરફ ટી.પી. રોડ પરના દબાણો પાલિકા ન હટાવી શકે તો શહેરના અન્ય દબાણો પણ હટાવવાની જરુર ન હોવાનો આક્રોશ શહેરીજનો વ્યકત કરી રહ્યા છે.

બોરસદમાં ગાંધીગંજના રસ્તામાં અડચણરૂપ થાય તે પ્રકારે ગેરકાયદેસર દબાણ અને ટીપીના રસ્તા પર ગેરકાયદે દિવાલ ચણીને રસ્તો બંધ કરાયો હતો. આ ઉપરાંત ગાંધીગંજમાં પ્રવેશવાના બંને પ્રવેશ માર્ગો પર ગેરકાયદે ગેટ બનાવી દેવાયાના મામલે પાલિકા દ્વારા અગાઉ ગાંધીગંજ એસો.ને નોટિસ આપવામાં આવી હતી. જેમાં દબાણો હટાવી લેવા અને રસ્તા ખુલ્લા કરવા જણાવાયું હતું. જેમાં ર૪ કલાકની નોટિસ આપ્યા બાદ પાલિકા તંત્ર પર દબાણ આવવાનું શરૂ થયું હતું અને આખરે પાલિકા તંત્ર દબાણ મુદ્દે ફસકી પડયાની સ્થિતિ ચર્ચાનું કારણ બની છે.

ઉલ્લેખનીય છે કે, ગેરકાયદે દબાણ બાબતે પાલિકા દ્વારા ગાંધીગંજ એસોસિયેશનને ત્રણ વખત નોટીસ આપીને બાંધકામ દિન ૨૫, દિન ૧૫ તથા દિન ૩ માં દૂર કરવા જણાવવામાં આવ્યું હતું.પરંતુ ગાંધીગંજ એસોસિયેશન દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા. જેથી તાજેતરમાં પાલિકા દ્વારા આખરી નોટિસ આપવામાં આવી હતી.

ગંભીરા મહિસાગર નદીમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરવાનું કૌભાંડ ઝડપાયું

આણંદ જિલ્લામાં વિન્ટર ઇફેકટ : લઘુત્તમ પારો ગગડીને ૧પ એ પહોંચતા શીત લહેરો અનુભવાઇ

ચરોતરમાં કોરોનાનો ઊંચકાતો ગ્રાફ : આણંદમાં રપ અને ખેડામાં ર૮ પોઝિટિવ નોંધાયા

આવતીકાલે કાર્તિકી પૂનમ-દેવદિવાળી નદી સ્નાન, દીપ દાનનું માહાત્મય

સ.પ.યુનિ.ના સિન્ડીકેટ સદસ્ય અલ્પેશ પુરોહિતની ઓનલાઇન અભ્યાસ સહિતની બાબતે દરખાસ્ત

ચરોતરમાં શિયાળો-સંક્રમણની મૌસમ જામતા આરોગ્યવર્ધક ફળોની માંગ વધી

પૌષ્ટિકતાને કોરોનાનું ગ્રહણ : સસ્તા હોવા છતાં શિંગોડાના વેચાણમાં ઘટાડો

આણંદ જિલ્લામાં કોરોનાની મિસાઇલ વછૂટી : રેકોર્ડ ૩૭ પોઝિટિવ