Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૯, આસો વદ ૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૧૨૨

મુખ્ય સમાચાર :
ટ્રાફિક નિયમ ભંગ બદલ વસૂલાતા દંડનો ગુજરાત કોંગ્રેસ દ્વારા મિસ કોલ અભિયાન શરૂ કરી વિરોધ
સરકારે આગોતરા આયોજન વિના નવી જોગવાઇ કરી પોલીસને પ્રજાને લૂંટવાનો પરવાનો આપ્યો : અમિત ચાવડા
17/09/2019 00:09 AM Send-Mail
આજથી અમલમાં આવેલા ટ્રાફિકના નવા નિયમો મામલે વસુલવામાં આવી રહેલા આકરા દંડનો વિરોધ ગુજરાત કોંગ્રેસે નોંધાવ્યો છે. કોંગ્રેસે ટ્રાફિકના નિયમ ભંગ માટે લેવાયેલ નિર્ણયને તઘલખી ગણાવ્યો છે અને આ મામલે મિસ કોલ અભિયાન હાથ ધર્યું છે.ગુજરાત કોગ્રેસ આજથી અમલમાં આવેલા ટ્રાફીકના નવા નિયમોનો વિરોધ કરશે આ માટે કોગ્રેસ એક નંબર પણ જાહેર કર્યો હતો.

ટ્રાફિકના નવા નિયમોના અમલ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ટ્રાફિક નિયમન થાય, અકસ્માત ઘટે એ માટે કાયદા હોવા આવકાર્ય અને અનિવાર્ય છે. પણ કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા આગોતરા આયોજન વિના નવી જોગવાઈ કરી પોલીસને પ્રજાને લૂંટવાનો પરવાનો આપ્યો છે.

પ્રજાને પીયુસી,આરટીઓમાં મહિનાઓ સુધી લાઈનમાં ઊભા રહેવું પડે આરટીઓમાં પૂરતો સ્ટાફ નથી. એચએસઆરપી માટે વારંવાર મુદત વધારવામાં આવી છતાં લાખો વાહનોમાં એચએસઆરપી લગાવતા નથી. સરકારે કાયદો થોપી બેસાડવાનો પ્રયાસ કર્યો આજે અનેક લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. લોકોના વિરોધને વાચા મળે તે માટે કોંગ્રેસ દ્વારા મીસ કોલ ઝૂંબેશ શરૃ કરી છે. ૦૭૯૪૧૦૫૦૭૭૪ નંબર પર મીસ કોલ કરી લોકો વિરોધ નોંધાવી શકે છે. આગામી દિવસોમાં લોકોના વિરોધને વાચા આપવાનું કામ કોંગ્રેસનો કાર્યકર કરશે સરકારે દંડની રકમમાં ૪૦૦થી ૯૦૦ ટકાનો વધારો કર્યો રોડ પર ખાડા, ભુવા અને ખરાબ રસ્તાઓ સામે સરકારે શુ કાર્યવાહી કરી ૩ વર્ષના બાળકને ટ્રિપલ સવારી ગણવામાં આવે છે એનો વિરોધ છે. દારૃ બંધ કરવામાં સરકાર નિષ્ફળ છે એનો વિરોધ છે. રસ્તામાં રખડતા ઢોર છે એને દૂર કરવામાં સરકાર નિષ્ફળ છે એનો વિરોધ છે. ઉતાવળો અને આયોજન વગર અમલ કરવાના નિર્ણય સામે વિરોધ મીસ કોલ કરનારનું રજીસ્ટ્રેશન થશે.