Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૯, આસો વદ ૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૧૨૨

મુખ્ય સમાચાર :
જૈશ-એ-મોહમ્મદની ૮ ઓક્ટોબરે ભારતના રેલવે સ્ટેશનો-મંદિરોને ફૂંકી મારવાની ધમકી
રોહતક રેલવે પોલીસને મળેલા પત્રમાં મસૂદ અઝહરના હસ્તાક્ષર
17/09/2019 00:09 AM Send-Mail
જમ્મુ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાનની સાથે-સાથે આતંકીસંગઠનો પણ ગિન્નાયેલા છે. પાકિસ્તાનના આતંકી સંગઠન ભારતમાં ફરી એકવાર નાપાક ઇરાદાઓને અંજામ આપવાની ફિરાકમાં છે. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કથિત રીતે એક પત્ર દ્વારા મુંબઇ,ચેન્નાઇ અને બેંગલુરૂ સહિત દેશના અનેક રેલવે મથકો પર હુમલાની ધમકી આપી છે. આ જાણકારી રવિવારે પોલીસે આપી હતી. એટલું જ નહીં, જૈશ-એ-મોહમ્મદે રેલવે સ્ટેશનો ઉપરાંત મંદિરોને પણ બોમ્બથી ફૂંકી મારવાની ધમકી આપી છે.

રોહતક પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે હિન્દીમાં લખેલા પત્રને સાધારણ ટપાલ દ્વારા રોહતકની રેલવે પોલીસને મોકલવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જે પત્ર મળ્યો છે તેના પર મસૂદ અઝહરના હસ્તાક્ષર છે. તેમણે કહ્યુંકે તેમણે આ પત્ર શનિવારે મળ્યો છે. ઉલ્લેખનીય છે કે જૈશ-એ-મોહમ્મદનો વડો આતંકી મસૂદ અઝહર છે. મળતી માહિતી અનુસાર આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદ ૮ ઓક્ટોબરે દેશના તમામ વિસ્તારોમાં રેલવે સ્ટેશનોને ઉડાવીને આતંકીઓના મોતનો બદલો લેશે. હાલ આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.