Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૯, આસો વદ ૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૧૨૨

મુખ્ય સમાચાર :
૯ નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન
રોજ ૫ હજાર શ્રદ્ઘાળુઓ દર્શન કરી શકશે
17/09/2019 00:09 AM Send-Mail
પાકિસ્તાને કહ્યું છે કે તે ગુરૂ નાનકી જયંતિ પહેલા ૯ નવેમ્બરે કરતારપુર કોરિડોરને ખુલ્લુ મૂકી દેશે. પાકિસ્તાનના પરિયોજના ડાયરેક્ટર આતિફ મઝીદે કહ્યું કે, પાકિસ્તાન ૯ નવેમ્બરથી કોરિડોરનું ઉદ્ઘાટન કરશે જ્યારે કે ૧૧ નવેમ્બરે ગુરૂ નાનક દેવી જયંતિ મનાવવામાં આવશે.

તેમણે કહ્યું કે શરૂઆતમાં ૫ હજાર શ્રદ્ઘાળુઓ ભારતથી આવશે અને બાદમાં અમે રોજ ૧૦ હજાર શ્રદ્ઘાળુઓને મંજૂરી આપીશું. ઇમિગ્રેશન માટે કુલ ૧૫૨ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવશે. સીમા ટર્મિનલ શૂન્ય બિંદુથી ૩૫૦ મીટરના અંતરે હશે. અમે શ્રદ્ઘાળુઓને હવાઇ મથક જેવી સુવિધા પ્રદાન કરીશું.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પાકિસ્તાન દૂતાવાસે એ ભારતીય શીખોને વીઝા આપવાનું શરૂ કરી દીધું જે ૨૮ ઓક્ટોબરથી કરતારપુર સાહિબ સુધી જનારા નગર કીર્તનમાં સામેલ થવા માંગે છે. દિલ્હીથી શરૂ થઇ નગર કીર્તન ૩૧ ઓક્ટોબરે ગુરૂદ્વારા નનકાના સાહિબ પણ પહોંચશે. પાકિસ્તાનમાં વાઘા સરહદ પર પહોંચતા નગર કીર્તનનું સ્વાગત પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુજદાર, પંજાબના રાજ્યપાલ ચૌધરી મોહમ્મદ સરવર, ધાર્મિક બાબતોના સંઘીય મંત્રી પીર નૂરૂલ હક કાદરી અને અન્ય સંઘીય અને પ્રાંતીય મંત્રીઓનું સમૂહ કરશે. દિલ્હી શીખ ગુરૂદ્વારા વ્યવસ્થાપક કમિટીના પૂર્વ અધ્યક્ષ પરમજીત સિંહ સરનાએ તેની પુષ્ટિ કરી છે.