Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૯, આસો વદ ૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૧૨૨

મુખ્ય સમાચાર :
બંગાળ બાદ હવે તેલંગાણા દ્વારા પણ નવા ટ્રાફિક નિયમો લાગુ કરવાનો ઇન્કાર
ટ્રાફિક સમસ્યાઓના નિવારણ માટે પોતાનો અલગ કાયદો લાવશે
17/09/2019 00:09 AM Send-Mail
કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વ્હીકલ એક્ટને લાગુ કરાતા જ દેશમાં નવી ચર્ચા છેડાઇ ગઇ છે. ભાજપ શાસિત રાજ્યો સહિત અનેક રાજ્ય સરકારોએ આ કાયદાને લાગુ કરવાનો ઇન્કાર કરી દીધો કે પછી દંડની રકમ અડધી કરવાની માંગ કરી છે. ત્યાં આ લડાઇમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ પણ કૂદી ગયા છે.

રાવે એલાન કર્યું કે રાજ્યમાં નવો ટ્રાફિક કાયદો લાગુ નહીં થાય. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ટ્રાફિક ઉલ્લંઘનની સમસ્યાઓના નિવારણ માટે પોતાનો કાયદો લાવશે. તોતિંગ દંડ ફટકારી લોકોને હેરાન કરવાની અમારી કોઇ ઇચ્છા નથી. હવે બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે મોટર વ્હીકલ (સંશોધન) અધિનિયમ ૨૦૧૯ને સંસદ ગત સત્રમાં પસાર કરી દીધો અને તે ૧ સપ્ટેમ્બરથી અમલમાં આવી ગયો છે. જોકે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી અને ઓરિસ્સામાં નવીન પટનાયકના નેતૃત્વવાળી બીજેડી સરકારે તેને લાગુ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.