Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૯, આસો વદ ૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૧૨૨

મુખ્ય સમાચાર :
શરદ પવારની જાહેરાત : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, NCP ૧૨૫-૧૨૫ બેઠકો પર વિ.સભા ચૂંટણી લડશે
બાકી રહેતી તમામ બેઠકો ગઠબંધનમાં રહેલી અન્ય પાર્ટીઓને ફાળવવામાં આવશે
17/09/2019 00:09 AM Send-Mail
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની જાહેરાત કરી છે. પવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં બંન્ને પાર્ટી ૧૨૫-૧૨૫ વિધાનસભા સીટો પર ચૂંટણી લડશે.

શરદ પવારે નાસિકમાં પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી. શરદ પવારે કહ્યું કે, બાકી રહેતી તમામ સીટ ગઠબંધનમાં રહેલી અન્ય પાર્ટીઓને ફાળવવામાં આવશે. શરદ પવારે કહ્યું કે, તેમની અને કોંગ્રેસ વચ્ચે ૧૫-૨૦ સીટોનો ઉલટફેર થઇ શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, એનસીપી પ્રમુખ શરદ પવારે ગત્ત અઠવાડીયે જ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ પ્રમુખ સાથે મુલાકાત યોજી હતી.

સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે ચૂંટણી દરમિયાન સીટોની વહેંચણી અંગે ચર્ચા થઇ ચુકી હતી. બંન્ને પક્ષોએ હાલમાં મહારાષ્ટ્ર સરકારમાં સત્તારૃઢ શિવસેના અને ભાજપની સંયુક્ત સરકારને રોકવા માટે કમર કસી છે. બંન્ને દળો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હવે બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં ૨૮૮ સીટોની વિધાનસભામાં ભાજપે ૧૨૨ સીટો પર કબજો કર્યો હતો. જ્યારે શિવસેનાએ ૬૨ સીટો પર કબ્જો કર્યો હતો. જ્યારે કોંગ્રેસ અને રાંકપાને ક્રમશ ૪૨ અને ૪૧ સીટોમાં જ સંતોષ માનવો પડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે કોંગ્રેસ અને એનસીપી મહારાષ્ટ્રમાંથી એનડીએ સરકારને રોકવા માટે ભરપુર પ્રયાસો કરી રહી છે.