Sardar Gurjari

રવિવાર, તા. ૩૧ મે, ૨૦૨૦, જેઠ સુદ-૯, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૩૪૩

મુખ્ય સમાચાર :
કેન્દ્ર બે સપ્તાહમાં કાશ્મીરની સ્થિતિ અંગે વિસ્તૃત રિપોર્ટ આપે : સુપ્રીમ
સામાજિક કાર્યકરની અરજી પર ચીફ જસ્ટીસ બોલ્યા, જરૂર પડી તો હું જાતે કાશ્મીર જઇશ : જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં જો લોકો ૩૭૦ મુદ્દે અરજી ન કરી શકે તો આ એક ગંભીર મામલો, હું જાતે ત્યાંના ચીફ જસ્ટિસ સાથે વાત કરીશ : ઘાટીમાં જનજીવન સામાન્ય કરવા, કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા, શાળા-કોલેજો નિયમિતપણે ચલાવવા કોર્ટનો આદેશ
17/09/2019 00:09 AM Send-Mail
પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત ફારૂક અબ્દુલ્લાની અટકાયત : કોર્ટે ગુલામનબી આઝાદને કાશ્મીર જવાની મંજૂરી આપી : ૪ જિલ્લાઓની મુલાકાત કરી શકશે
સુપ્રીમ કોર્ટમાં આજે જમ્મુ-કાશ્મીરને લગતી કુલ ૮ અરજીઓ પર સુનાવણી થઇ હતી.કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદની અરજી પર સુનાવણી દરમિયાન કોંગ્રેસ નેતાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ રજૂ કરી. સુપ્રીમ કોર્ટે ગુલામ નબી આઝાદને કાશ્મીર જવાની મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન તેઓ ચાર જિલ્લાઓની મુલાકાત કરી શકશે. આ દરમિયાન તેઓ કોઇ પણ રાજકીય કાર્યક્રમમાં ભાગ નહીં લઇ શકે. ત્યાં ગયા પછી તેઓ સુપ્રીમને એક રિપોર્ટ સોંપશે. આ અંગે કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે. આઝાદ તરફથી કોર્ટને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે આ દરમિયાન તેઓ કોઇ રેલી નહીં કરે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને પબ્લિક સેફ્ટી એક્ટ (પીસીએ) અંતર્ગત કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, જે સ્થળે ફારૂક અબ્દુલ્લાને રાખવામાં આવશે તેને એક આદેશ દ્વારા અસ્થાયી જેલ જાહેર કરી દેવામાં આવ્યો છે. પીએસએ અંતર્ગત કોઇ પણ શખ્સના કોઇ પણ પ્રકારના કેસ વિના બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે.

જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઇહતી. સુપ્રીમ કોર્ટે નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ ફારૂક અબ્દુલ્લાને નજર કેદમાં રાખવાની સામે દાખલ કરવામાં આવેલી અરજી ઉપર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. કાશ્મીરની સ્થિતિ ઉપર કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ રજૂકરવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. તમિળનાડુના નેતા અને ડીએમકેના સ્થાપક દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી.

સાથોસાથકેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનને નિર્દેશ આપ્યો કે રાજ્યમાં ઝડપથી સ્થિતિ સામાન્ય કરાય અને સ્કૂલો અને હોસ્પિટલો ફરીથી શરૂ કરાય.

એટર્ની જનરલને સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે કયા કારણથી તમે કહી ચૂક્યા છો કેકાશ્મીરમાં સમાચાર પત્ર પ્રકાશિત થઇ રહ્યાં છે. કાશ્મીર ખીણમાં ઇન્ટરનેટ અને ફોનની સુવિધા હજુ સુધી શરૂ કરવામાં કેમ આવી નથી?ખીણમાં કોમ્યુનિકેશન વ્યવસ્થાને બંધ કેમ રાખવામાંઆવી છે? ત્યારબાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો હતો કે બે સપ્તાહમાં કાશ્મીરની સ્થિતિ ઉપર વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવાની જરૂર છે.આર્ટિકલ ૩૭૦ને લગતીએક અરજી પર સુનાવણી કરતાં આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં લોકો જો હાઇકોર્ટમાં અપીલ નથી કરી શકતા તો આ ગંભીર મામલો છે.તેમણે કહ્યું કે તેઓ પોતે હાઇકોર્ટના જજ સાથે ફોન પર વાત કરશે અને સંતોષ નહીં થાય તો રાજ્યની મુલાકાત પણ કરશે. વાસ્તવમાં બાળ અધિકાર કાર્યકર ઇનાક્ષી ગાંગુલીએ જમ્મુ-કાશ્મીરની જેલોમાં બંધ ૧૮ વર્ષથી ઓછી વયના બાળકોની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સંબંધિત એ કેસોની માહિતી માગી જે હાઇકોર્ટ કમિટી જોઇ રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે આ માટે જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં અપીલ કરો. તેના પર ઇનાક્ષીના વકીલ હુસેફા અહમદીએ કહ્યું કે, આવું કરવું અત્યંત મુશ્કેલ છે. હાઇકોર્ટ આમ આદમીની પહોંચથી દૂર છે. અરજદારના વકીલની આ ટિપ્પણી પર ચીફ જસ્ટિસે કહ્યું કે, આ અત્યંત ગંભીર બાબત છે કે જો લોકો હાઇકોર્ટમાં પોતાની અપીલ કરી શકતા નથી. ચીફ જસ્ટિસે તેના પર જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પાસે રિપોર્ટ માંગ્યો છે. તેમણે તેમને પૂછ્યું કે હાઇકોર્ટ અરજદારોની પહોંચમાં છે કે નહીં? સીજેઆઇએ વધુમાં ઉમેર્યું કે આ અત્યંત ગંભીર બાબત છે. હું જાતે વ્યક્તિગત રીતે ફોન પર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સાથે વાત કરીશ. જરૂર પડેશે તો કાશ્મીરની મુલાકાત પણ લઇશે. જોકે સીજેઆઇએ અરજદારને ચેતવણી પણ આપી અને કહ્યું કે જો તમારો દાવો ખોટો સાબિત થયો તો તેના પરિણામો પણ તમારે ભોગવવા પડશે.