Sardar Gurjari

રવિવાર, તા. ૩૧ મે, ૨૦૨૦, જેઠ સુદ-૯, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૩૪૩

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં પોષણ માસ ઉજવણી માર્ગદર્શન બેઠક
17/09/2019 00:09 AM Send-Mail
રાષ્ટ્રિય પોષણ સપ્તાહ દર વર્ષે ૧ થી ૭ સપ્ટેમ્બર સુધી ઉજવાય છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સારા સ્વાસ્થ્ય માટે પોષણનાં મહત્વ વિષે દેશમાં જાગૃતતા લાવવાની પહેલ છે. કારણ કે પોષણની અસર ઉત્પાદન, આર્થિક વિકાસ તથા રાષ્ટ્રિય વિકાસમાં લાંબાગાળે તેનો પ્રભાવ જોવા મળે છે.

આણંદ જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર (આઈએ.એસ.એસ.)ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી નિવેદિતા ચૌધરી અને આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે એ.ડી.એચ.ઓ. શાલિનીબેન ભાટિયા સી.ડી.એચ.ઓ. બી.પી.ઠક્કર અને પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસની ઉપસ્થિતિમાં રાષ્ટ્રિય પોષણ માસ ઉજવણીના આયોજન અંગે માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. પ્રારંભે નાયબ જિલ્લા પ્રા.શિ. સંજયભાઈ પટેલે પોષણ માસ કાર્યક્રમ દ્વારા શાળા કક્ષાએ કરવાની તારીખવાર પ્રવૃત્તિઓ ેઅને કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી.

વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય અને કલ્યાણનો મધ્યબિંદુ પોષણ છે જે આપણને કામ કરવાની શક્તિ અને ઉર્જા ેઆપે છે. તેમજ તંદુરસ્ત અને સારું સ્વાસ્થ્ય રાખવા પણ મદદ કરે છે. રાષ્ટ્રિય પોષણ ૨૦૧૯નો મુખ્ય ઉદ્દેશ હર ઘર કા ત્યૌહારની થીમ અંગે માસના પાંચ જરૂરી ઘટકો ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લો કુપોષણમુક્ત બને અને જિલ્લાનું કોઈ બાળક કુપોષિત ન રહે તે માટે સ્વયં સામાજિક જવાબદારી અદા કરવા તેમજ દરેકને આ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓએ કેન્દ્ર સરકારના પોષણ માસ ઉજવણી કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી કૃપોષણ તેની અને ગંભીર આડઅસરો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરી વિગતે જાણકારી આપી હતી. માર્ગદર્શન બેઠકમાં તમામ તાલુકાઓના પ્રા.શિક્ષણાધિકારીઓ, કેળવણી નીરિક્ષકો, સમગ્ર શિક્ષા અભિયાન શાખાના મદદનીશ કો-ઓર્ડિનેટર, બી.આર.સી, સી.આર.સી. કો-ઓર્ડિનેટર તથા આરોગ્ય વિભાગના વોલીએનટરીઓ ઉપસ્થિત રહ્યાં હતા. અભિયાનમાં નોડલ તરીકે વસંતભાઈ વાળંદની નિમણૂંક કરાઈ હતી.

આણંદ ઈન્સ્ટટ્યિૂટ ઓફ સોશ્યલ વર્ક દ્વારા દેશનો સર્વ પ્રથમ ‘બ્લેંડેડ લર્નિંગ’નો ઈ-એફડીપી યોજાયો

‘કોવિડ-૧૯ યુવા અને સ્વયંસેવકોની ભૂમિકા’ વિશે ચારુસેટ યુનિવર્સિટી દ્વારા વેબિનાર

આણંદ પી.જી. આર્ટ્સને આશ્રયે યોજાયેલ ઈન્કવીઝ અને નિબંધ લેખન સ્પર્ધા

આણંદ પી.જી. આર્ટ્સના પ્રો. બળવંત ટંડેલનું લાયબ્રેરી સાયન્સના લાઈવ વેબિનારમાં વક્તવ્ય

બાકરોલ કલીકુંન્ડ નગર ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંચાલિત લાયબ્રેરી દ્વારા વીર સાવરકરને ભાવાંજલિ અર્પણ

અમેરિકાના ડલાસ ખાતે સમાજ સેવી સંસ્થાઓ દ્વારા ગ્રોસરી બેગોનું વિતરણ

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ‘મશીન લર્નિંગ’ વિષયે વેબિનાર