Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૯, આસો વદ ૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૧૨૨

મુખ્ય સમાચાર :
‘પોષણ જાગૃતિ અભિયાન’ : એનડીડીબી દ્વારા ૫ હજાર વિદ્યાર્થીઓને દૂધ વિતરણ
આણંદ અને આસપાસના વિસ્તારોની સરકારી શાળાના દરેક બાળકને ૨૦૦ મી.લી. દૂધ ઉપલબ્ધ કરાવાશે
17/09/2019 00:09 AM Send-Mail
આણંદ : એનડીડીબીના ચેરમેન દિલીપ રથે આણંદ સ્થિત એનડીડીબી ખાતે ભારત સરકારના રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણીને અનુરૂપ પોષણ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ડેરી બોર્ડ ૧૬ થી ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ દરમિયાન પોષણ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરશે.

એનડીડીબીના ચેરમેને આ કાર્યક્રમમાં ભાગરૂપે સંતુલિત પોષણ તથા દૈનિક આહારમાં દૂધ અને દૂધના ઉત્પાદનોનો સમાવેશ કરવાની જરૂરિયાત અંગેની માહિતી પ્રદર્શિત કરતા વાહનને રવાના કર્યું હતું. આ વાહન આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓની મુલાકાત લેશે અને આ સપ્તાહ દરમિયાન અંદાજે ૫ હજાર વિદ્યાર્થીઓને દૂધનું વિતરણ કરશે.

તેમણે જણાવ્યું હતું કે,કુપોષણ એ આપણા દેશમાં રૂગ્ણતા અને ઊંચા મૃત્યુદર પાછળનું મુખ્ય કારણ છે, તે મહત્વના પોષકતત્ત્વોના અપૂરતા સેવનને કારણે ઉદ્ભવેલી સમસ્યા છે, દૂધ એક સંપૂર્ણ આહાર છે અને એક સંતુલિત આહારનું ખૂબ જ મહત્વનું ઘટક પણ છે, તે પ્રોટીન, વિટામિન્સ અને વિવિધ ખનીજદ્વવ્યો જેવા વિવિધ પ્રકારના મેક્રો અને માઈક્રો પોષકતત્ત્વોથી સમૃદ્ઘ હોય છે, જે સારૂં સ્વાસ્થ્ય જાળવવા માટે આવશ્યક છે. કૃપોષણની સમસ્યાને ઉકેલવાના ઉદ્દેશ્યથી એનડીડીબીએ એનડીડીબી ફાઉન્ડેશન ફોર ન્યુટ્રીશન (એનએફએન)ની સ્થાપના કરી છે, જેથી કરીને સરકારી શાળાઓમાં ભણતા બાળકોને દૂધ પૂરું પાડી શકાય. આ કાર્યક્રમમાં તમામ ચાલુ દિવસે સરકારી શાળાના પ્રત્યેક બાળકને ૨૦૦ મિલિ ફલેવરવાળુ પેસ્ચુરાઈઝ અને ટોન કરેલું દૂધ પુરૂં પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.