Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
ખેડા પોલીસનો સપાટો : ૭ દરોડામાં ૪૩ શખ્સો ઝડપાયા, માત્ર ૧ લાખનો મુદ્દામાલ જપ્ત
નડિયાદ, કણજરી, મહુધા, કપડવંજ, મહેમદાવાદ અને નાની ખડોલમાં પોલીસના દરોડા
20/08/2019 00:08 AM Send-Mail
ખેડા જિલ્લામાં વિવિધ સાત ઠેકાણે પોલીસે દરોડા પાડી પત્તાપાનાનો જુગાર રમતાં ૪૩ જુગારીઓને કુલ ૮૨ હજાર ઉપરાંતની રોકડ સાથે ઝડપી પાડીને તેઓની વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા એલસીબી પોલીસની ટીમે ગતરોજ મહુધાના ઉંદરીયા ભાગોળ વિસ્તારમાં આવેલ વાઘરીવાસમાં દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં ૧૬ ઈસમોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં આકાશભાઈ ઉર્ફે છલ્લી અરવિંદભાઈ વાઘેલા, વિશાલકુમાર બિપીનભાઈ વાઘેલા, નરેન્દ્રકુમાર લાલજીભાઈ વાઘેલા, નરેશકુમાર જયંતિભાઈ વાઘેલા, અરૂણભાઈ છગનભાઈ તળપદા, રણછોડભાઈ પોપટભાઈ વાઘરી, જશુભાઈ ઉર્ફે ભોટી ગોવિંદભાઈ વાઘેલા, પ્રમોદભાઈ ઉર્ફે ભરતભાઈ જગદીશભાઈ વાઘેલા, અરવિંદભાઈ રામાભાઈ સોઢા, રમેશભાઈ રામાભાઈ સોઢા, શૈલેષભાઈ હરમાનભાઈ રાઠોડ, મુકેશભાઈ ઉર્ફે મુકો નટુભાઈ વાઘેલા, મુકેશકુમાર ઉર્ફે ઉમેશભાઈ ગોવરધનભાઈ વાઘેલા, રણજીતકુમાર ઉર્ફે ભનીયો ઉદેસિંહ ગોહેલ, રમેશભાઈ અંબાલાલ બારૈયા અને વિજયભાઈ નટુભાઈ વાઘેલા (તમામ રહે-મહુધા,ઉંદરીયા ભાગોળ, વાઘરીવાસ)નો સમાવેશ થાય છે. તેઓની અંગજડતીમાંથી ૨૭,૫૨૦ તેમજ દાવ પરથી ૮૪૫૦ મળી કુલ ૩૫,૯૭૦ની રોકડ મળી આવતાં પોલીસે જપ્ત કરી પકડાયેલા તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના કણજરીમાં આવેલ રાજ ફળીયાના ખુલ્લા પ્લોટમાં ે ચકલાસી પોલીસે ગતરોજ સાંજના સમયે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં ધર્મેશકુમાર રમેશભાઈ પરમાર, વેદપ્રકાશ ખ્યાલીરામ બ્રાહ્મણ, દિપકસિંહ અજીતસિંહ રાજ, ઈરફાનભાઈ સફીભાઈ વ્હોરા, આરીફઅલી અકતારઅલી પઠાણ, ખાલીદખાન ભુરેખાન પઠાણ અને ફિદાહુસેન બસીદ સૈયદને ઝડપી પાડ્યા હતા. તમામની અંગજડતીમાંથી ૧૧,૩૭૦, દાવ પરથી ૪૪૧૦ તેમજ ૬ મોબાઈલ ફોન કિંમત ૧૨,૫૦૦ મળી કુલ ૨૮,૨૮૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કરીી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહેમદાવાદના ખોડીયાર નગરમાં આવેલ ગોળીબારના ટેકરા વિસ્તારમાં સ્થાનિક પોલીસની ટીમે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં વિશાલ બુધાભાઈ તળપદા અને બુધાભાઈ ભીખાભાઈ વાઘેલાને ૬૩૬૦ ની મત્તા સાથે ઝડપી પાડ્યાં હતાં. નડિયાદમાં બોલીવુડનાઈન હોટલની સામે આવેલ એક ખુલ્લા ખેતરમાં ચાલતાં જુગારધામ પર નડિયાદ પશ્ચિમ પોલીસની ટીમે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં દિલીપભાઈ કિશનભાઈ ઠાકોર, પ્રગ્નેશકુમાર પુનમભાઈ દરબાર, પ્રવિણભાઈ જેણાભાઈ નાયક અને મુકેશભાઈ રમણભાઈ ઠાકોરને કુલ ૨૮૯૦ ની મત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહુધા તાલુકાના નાની ખડોલ સીમમાં પોલીસે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં મહેબુબહુસેન અહેમદમીયાં મલેક, ઈકરમઅલી અમીનઅલી સૈયદ અને અનવરમીયાં નબીમીયાં મલેકને ઝડપી પાડ્યાં હતાં. તેઓનીે અંગજડતીમાંથી ૧૧,૫૫૦ તેમજ દાવ પરથી ૯૦૦ મળી કુલ રૂ.૧૨,૪૫૦ની મત્તા મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી પકડાયેલા ત્રણેય જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદમાં ફતેપુરા રોડ પર પોલીસે ે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં રાજકુમાર અરવિંદભાઈ પરમાર, રણછોડભાઈ શંકરભાઈ પરમાર, નરેશભાઈ શનાભાઈ પરમાર, સંદિપભાઈ બળદેવભાઈ પરમાર અને કલ્પેશભાઈ રમેશભાઈ પરમારને કુલ ૧૦૧૦ની રોકડ સાથે ઝડપી પાડ્યાં હતાં. કપડવંજમાં આવેલ ડાકોર ચોકડી નજીક હરીજનવાસમાં લીમડા નીચે ખુલ્લી જગ્યામાં કપડવંજ ટાઉન પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પત્તાપાનાનો જુગાર રમતાં ં રજનીકાંતભાઈ મનહરભાઈ ચૌહાણ, ઈમરાનભાઈ ઉર્ફે માઉ સઈદભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ ઉર્ફે ચીન્ટુ પ્રદીપભાઈ વાઘેલા, ડાહ્યાભાઈ નટવરભાઈ વાઘેલા, પરેશભાઈ રાજેશભાઈ વાઘેલા અને ઘનશ્યામભાઈ ઉર્ફે ગની ભાઈલાલભાઈ સોલંકી ઝડપાઈ જવા પામ્યા હતા તેમની પાસેથી કુલ ૧૨૪૦૦ની રોકડ રકમ મળી આવતાં પોલીસે તે જપ્ત કરી હતી.

સરસપુરમાં મહિલાને બેભાન કરીને ૮૬ હજારની મત્તા લૂંટી ચાર શખ્સો ફરાર

નડિયાદ : સંતરામ રોડ પર પાલિકાની દબાણ ટીમ અને લારીવાળા વચ્ચે છુટ્ટા હાથની મારામારી

ભાનેર પાટીયા પાસે આઇસર ટ્રકે બાઇકને ટક્કર મારતા એકનું મોત, એક ગંભીર

પીકઅપ ડાલામાં લઈ જવાતાં ૩૩ હજારના વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં

માતરમાં મોડીરાત્રે તસ્કરોનો તરખાટ ત્રણ દુકાનો, એપીએમસીમાં ચોરી

ચકલાસીની પરિણીતાને મારઝુડ કરી ઘરેથી કાઢી મૂકનાર પતિ સામે ફરિયાદ

નડિયાદ : પત્ની સાથે છૂટાછેડા માંગી ઘરેથી કાઢી મૂકનાર પતિ તેમજ સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ

નડિયાદ તેમજ અરજનપુરા કોટમાં બનેલા મારામારીના બે બનાવોમાં ત્રણ ઘાયલ