Sardar Gurjari

મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯, ભાદરવા વદ-૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૯૨

મુખ્ય સમાચાર :
બોરસદમાં ૮ વર્ષની બાળા પર ૪૨ વર્ષના પરિણીત યુવાનનો બળાત્કારનો પ્રયાસ
દૂધની થેલીના બહાને ઘરમાં બોલાવીને કપડાં ઉતારી કરાયેલો પ્રયાસ : બાળાએ નાસીરખાન પઠાણને ઓળખી બતાવ્યો
20/08/2019 00:08 AM Send-Mail
બોરસદ શહેરના રાજા મહોલ્લામાં રહેતા એક ૪૨ વર્ષીય પરિણીત યુવાન દ્વારા આઠ વર્ષની બાળાને દૂધની થેલીના બહાને ઘરમાં લઈ જઈને તેણીના કપડા કાઢી બળાત્કાર ગુજારવાનો હિન પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને નરાધમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ ખાતે રહેતી એક ૮ વર્ષીય બાળા ગત ૧૭મી તારીખના રોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે બહેનપણી સાથે મદ્રેસામાંથી ઘર તરફ પરત જતી હતી ત્યારે એક ચાચાએ તેણીની બહેનપણીને દૂધની થેલી લેવા માટે પૈસા આપી થેલી આપી જવાનું કહ્યું હતુ. જેથી નજીકમાં આવેલી દુકાનેથી દૂધની થેલી લઈને ૮ વર્ષી બાળા આપવા જતાં ચાચાએ તેણીને ઘરમાં બોલાવી લીધી હતી અને લેંઘી કાઢીને શરીર પર હાથ ફેરવી બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જો કે ડઘાઈ ગયેલી બાળાએ ચાચાના હાથે બચકુ ભરી લઈને ત્યાંથી ભાગી છુટી હતી. ઘરે આવીને પોતાના માતા-પિતાને સઘળી વાત જણાવતાં જ તેઓ આ ચાચા કોણ છે તે બતાવવાનું કહેતા બાળા તેમને રાજા મહોલ્લા મસ્જિદની સામે આવેલી અનાજ-કરિયાણાની દુકાનની બાજુમાં રહેતા નાસીરખાન હસનખાન પઠાણના ઘરે લઈ ગઈ હતી અને નાસીરખાનને ઓળખી બતાવ્યો હતો.

પોતાની પુત્રી સાથે અધમ કૃત્ય આચરવાનો પ્રયાસ કરનાર નાસીરખાન વિરૂધ્ધ બોરસદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.