Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
આણંદ : અક્ષર ફાર્મમાં 'વચનામૃત' પારાયણનો પ્રારંભ
વચનામૃતમાં ચારવેદ, ષટશાસ્ત્ર, અઢાર પુરાણોનો સાર છે : અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી
20/08/2019 00:08 AM Send-Mail
પરબ્રહ્મ ભગવાન સ્વામીનારાયણના તેજના પ્રવાહરૂપ-અમૃત સમી વાણીનો અદભૂત ગ્રંથ ''વચનામૃત'' ઉપર સાત દિવસીય પારાયણનો આજે તા. ૧૯ ઓગસ્ટને સોમવારથી અક્ષર ફાર્મ,આણંદ ખાતે પ્રારંભ થયો છે. સાંજે ૬:૦૦ વાગ્યે પારાયણ પૂજન વિધિ શાસ્ત્રોક્ત વિધી-વિધાન મુજબ વિદ્વાન પુરોહિત ઘનશ્યામભાઈ શાસ્ત્રીએ પારાયણનો આરંભ કરાવ્યો હતો. દિપ પ્રાગટ્ય પ્રસંગેં જીસીએમએફના એમ.ડી. ડો. આર.એસ.સોઢી, સ.પ. યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો. કુલકર્ણી, ચારૂતર વિદ્યામંદિરના ચેરમેન ભીખુભાઈ, સીવીએમ યુનિ.ના કુલપતિ ડો. ભાવેશભાઈ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, ચારૂસેટના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.બી.જી.પટેલ વગેરે મહાનુભાવો સહિત કોઠારી પૂ. ભગવદ્ચરણ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

કોઠારી પૂ. ભગવદચરણ સ્વામીએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામીનારાયણે અનંત જીવોને આ લોક-પરલોકમાં સુખ પ્રાપ્ત થાય તે માટે લોકોને સદાચારના માર્ગ વાળીને ઉચ્ચ આધ્યાત્મીકસ્થિતિ પ્રાપ્ત કરવવા માટે સર્વ શાસ્ત્રોના સારૂપ ઉપદેશ આપ્યો જે વચનામૃતમાં સંકલિત થયો છે. વિશેષ વાત એ છે કે સ્વામીનારાયણ ભગવાને આ ગ્રંથને તા. ૮ ડિસે.૧૮૨૦ ના રોજ ધંધુકા પાસેના લોયા ગામમાં પ્રમાણીત કર્યો હતો. જેનું વર્ણન પણ વચનામૃત લોયા-૭માં આવે છે. સૌ કથામૃતનો લાભ લઈ જીવન સાર્થક કરીએ.

પારાયણ વક્તા પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ કથામૃતમાં જણાવ્યું હતું કે,વચનામૃતમાંથી વ્યવહારીક અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. જીવનમાં આવતા જટીલ પ્રશ્નોનું સમાધાન વચનામૃત આપે છે. ભગવાન સ્વામિનારાયણે જે વાતો કરી છે તે ત્રિકાળબાધિત અને વિશ્વયાત્મક વાતો છે. તેમણે જે ઉપદેશ આપ્યો છે તેમાંથી તેમનું એક સર્વોચ્ચ વ્યક્તિત્વ નિખરી આવે છે.