Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
ઉન્નાવ રેપ કેસ : સુપ્રીમે સીબીઆઇને તપાસ માટે વધુ બે સપ્તાહનો સમય આપ્યો
યુપી સરકારને અકસ્માતમાં ઘાયલ થયેલ વકીલને પાંચ લાખ આપવા નિર્દેશ
20/08/2019 00:08 AM Send-Mail
સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા સંબંધિત કેસની તપાસ પૂરી કરવા માટે ઝ્રમ્ૈંને બે અઠવાડિયાનો વધારે સમય આપ્યો છે. આ સિવાય કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વકીલને ૫ લાખ રૃપિયા આપવાનું કહ્યુ છે.

જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની એક બેન્ચે ઝ્રમ્ૈંની ચાર અઠવાડિયાનો વધુ સમય આપવાની માગ કરનારી અરજી પર સુનાવણી કરતા આદેશ આપ્યો છે. સોમવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે દુષ્કર્મ પીડિતા અને તેમના પરિજનોને કહ્યુ, તમે સાર્વજનિક નિવેદન આપવાથી બચ્યા કેમ કે આનાથી એક પ્રકારે આરોપીની જ મદદ થશે.

કોર્ટે સાથે એ પણ કહ્યુ કે જો તમારે કંઈ કહેવુ છે તો પોતાના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટને જણાવો, અમે તેની પર વિચાર કરીશુ. ઉન્નાવ રેપ કેસની પીડિતા પોતાના વકીલ અને પરિજનોની સાથે લખનૌ જેલમાં કેદ પોતાના કાકાને મળવા જઈ રહી હતી તો વિરૃદ્ધ દિશામાં આવી રહેલા એક ટ્રકે તેમની કારને ખરાબ રીતે ટક્કર મારી દીધી હતી. આનાથી કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ ઘટનામાં પીડિતાના બે સંબંધીઓનું મોત નીપજ્યુ હતુ જ્યારે વકીલ અને પીડિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઘટના બાદ પીડિતાને લખનૌના કિંગ્સ જ્યોર્જ મેડીકલ કૉલેજમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ પરિસ્થિતિમાં સુધાર ના હોવાના કારણે પીડિતાને દિલ્હીના એઈમ્સમાં શિફ્ટ કરવામાં આવી હતી.