Sardar Gurjari

મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯, ભાદરવા વદ-૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૯૨

મુખ્ય સમાચાર :
જમ્મુ-કાશ્મીર : પ્રતિબંધ હોવા છતાં અલગાવવાદી નેતા ગિલાનીનું ઈન્ટરનેટ ચાલુ હતું
પ્રતિબંધ લાગ્યાના ૮ દિવસ સુધી લેન્ડલાઇન અને ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કર્યો : બીએસએનએલના બે અધિકારીઓની સંડોવણી બહાર આવી
20/08/2019 00:08 AM Send-Mail
જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ હોવા છતાં અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની ટ્વીટ કરી રહ્યા હતાં. આ મામલામાં બે બીએસએનએલ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ અધિકારીઓ પર ગિલાનીને ઇન્ટરનેટ એક્સેસ આપ્યું હોવાનો આરોપ છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની વ્યવસ્થાના ભાગરૂપે સરકારે ઘાટીમાં ઇન્ટરનેટ અને ટેલિફોનની સેવાઓ પર ૪થી ઓગસ્ટે પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ પ્રતિબંધ લાગ્યા બાદ ૮ દિવસ સુધી લેન્ડલાઇન અને ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે તપાસમાં બીએસએનએલના બે અધિકારીઓનો હાથ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બન્ને પર કાર્યવાહી કરવામાં આવી છે. ઘટના સામે આવ્યા બાદ ગિલાનીની ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ હતી.