Sardar Gurjari

મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯, ભાદરવા વદ-૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૯૨

મુખ્ય સમાચાર :
હોંગકોંગમાં પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી થઇ તો બન્ને દેશોના વેપારને મોટુ નુકસાન થશે: ટ્રમ્પ
હોંગકોંગમાં ૧ લાખથી વધુ લોકોના ચીન વિરૂદ્ઘ દેખાવ
20/08/2019 00:08 AM Send-Mail
હોંગકોંગના વિક્ટોરિયા પાર્કમાં એક લાખથી વધુ લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી એકત્રિત થઇને સરકાર વિરૃદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ચીને હોંગકોંગ બોર્ડર પર સૈન્ય ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ચીનની આ હરકત પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપત્તિ વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ધમકી આપી કે જો પ્રદર્શનકારીઓ પર તિયાનમેન સ્કવેયર જેવી કાર્યવાહી થઇ તો બંને દેશોના વ્યપાર વાર્તાને મોટું નુકસાન થશે.

બેઇજીંગની ગંભીર ચેતવણીઓને નજર અંદાજ કરતાં એક લાખથી વધુની સંખ્યામાં લોકોએ રવિવારના રોજ લોકતંત્ર સમર્થક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. પ્રદર્શનકારી કાળા કપડામાં હતા. વરસાદ છતાંય વિક્ટોરિયા પાર્ક પ્રદર્શનકારીઓથી ખીચોખીચ ભરેલો હતો અને ત્યારબાદ પણ લોકોનો આવવાનો સિલસિલો યથાવત રહ્યો. આમ પાર્કની બહાર પણ તમામ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન એક પ્રત્યર્પણ બિલની વિરૃદ્ધ શરૃ થયું છે, જેને હોંગકોંગ સરકારે સસ્પેન્ડ કરી દીધું છે.

રેલીમાં સામેલ થવા જઇ રહેલા પ્રદર્શનકારીઓથી સબવે રેલવે સ્ટેશન ભરાઇ ગયું, ત્યારબાદ તેને બંધ કરી દેવું પડયું. પ્રશાસને જાતે આયોજક સિવિલ હ્યુમન રાઇટ ફ્રન્ટને માર્ચ નીકાળવાની અનુમતિ આપી નહોતી પરંતુ પાર્કમાં એટલી મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકત્ર થઇ ગયા કે ત્યાંના રસ્તાઓ પણ પ્રદર્શનકારીઓથી ભરાઇ ગયા. પોલીસે જોકે વિક્ટોરિયા પાર્કમાં પ્રદર્શનની મંજૂરી આપી હતી.