Sardar Gurjari

મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯, ભાદરવા વદ-૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૯૨

મુખ્ય સમાચાર :
દિલ્હીમાં સૌથી મોટા પુરનો ખતરો : યમુનાએ ભયજનક સપાટી વટાવી
હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી પહેલી વાર નદીમાં ૮.૭૨ લાખ ક્યુસેક પાણી છોડાતા સ્થિતિ કફોડી બની : નદીની સપાટી ૨૦૫.૩૬ મીટરે પહોંચી જે ખતરાના નિશાનથી ઉપર છે : કેજરીવાલે બોલાવી ઇમરજન્સી બેઠક કહ્યું, આવનારા બે દિવસો મુશ્કેલીભર્યા
20/08/2019 00:08 AM Send-Mail
હિમાચલ પ્રદેશમાં ૭૦ વર્ષમાં સૌથી ભીષણ પૂર અને ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આભ ફાટતા નદીઓમાં પૂર આવતા તબાહીના ભયંકર દ્રશ્યો સર્જાયા છે. આ રાજ્યોના વરસાદની અસર હવે રાજધાની દિલ્હી પર પણ પડવાની આશંકા છે. યમુનાની જળસપાટી વધતા હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી રવિવારના રોજ ૮.૭૨ લાખ ક્યુસેક પાણી છોડાયું છે. યમુનામાં આટલું પાણી અત્યાર સુધીમાં કયારેય આટલું પાણી છોડાયું નહોતું. ૧૯૭૮મા યમુનામાં સૌથી મોટું પૂર આવ્યું હતું, ત્યારે હરિયાણાથી ૭ લાખ ક્યૂસેક જ પાણી છોડાયું હતું. પાણી છોડયા બાદ યમુના ખતરાના નિશાના પર છે. નદીની પાણીની સપાટી ખતરાના નિશાન ઉપર પહોંચી ગઇ છે.

યમુના નદીમાં પાણીની સપાટી ૨૦૫.૩૬ મીટર છે જ્યારે ખતરાનું નિશાન ૨૦૫.૩૩ છે. ઇસ્ટ દિલ્હી પ્રશાસને પૂરના ખતરાને જોતા રેલવેથી ઓલ્ડ બ્રિજનો રેલવે બ્રિજ બંધ કરવાની માંગ કરી છે.ખતરાને જોતા દિલ્હી સરકારે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. ગંભીર પરિસ્થિતિને જોતા નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે.

દિલ્હીમાંથી પસાર થતી યમુના નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જેથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, દિલ્હી સરકારના તમામ મંત્રી યમુના નદીની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ સાથે નદી કિનારે વસવાટ કરતા લોકોને સલામત સ્થળે ખસી જવાના આદેશ આપવામાં આવ્યા છે. યમુના નદીમાં જળસ્તર સતત વધી રહ્યુ છે. જેથી રાહત કેમ્પ પણ ખોલવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આવનારા બે દિવસો દિલ્હીવાસીઓ માટે અત્યંત મુશ્કેલીભર્યા રહેશે. કેજરીવાલે વધુમાં જણાવ્યુ કે, સરકાર દ્વારા બે હજાર ૨૧૦ ટેંટ લગાવવામાં આવ્યા છે.તો વધતા જળસ્તરને જોતાં દિલ્હીમાં જૂનો લોખંડનો પુલ બંધ કારાયો છે. આ પુલ પરથી વાહનવ્યવહાર બંધ કરાયો છે. જોકે ટ્રેનોની અવરજવર ચાલુ છે.યમુના નદીમાં જળસ્તર ૨૦૭ મીટરને પાર થશે તેવી આશંકા છે. પરંતુ તેની ઉપર કેટલો વધારો થશે તે નક્કી થઈ શકે તેમ નથી. ૪૦ વર્ષમાં પહેલી વખત દિલ્હી તરફ આટલી બધી માત્રામાં પાણી છોડાયું છે. ૧૯૮૭માં ૭ લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું.કેજરીવાલ સરકારે કહ્યું કે તે કેન્દ્ર સાથે મળીને સતર્ક છે. દરમિયાન રેલવેએ ખતરાને જોતા જૂની દિલ્હી સ્થિતિ લોખંડના પુલ પર સ્પીડ રેસ્ટ્રિક્શન લગાવી દીધું છે. ત્યારબાદ હવે પુલની ઉપરથી મહત્તમ ૨૦ કિ.મી.ની સ્પીડથી જ ગાડીઓ પસાર થઇ શકશે.