Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
મધુવન ફાઉન્ડેશન દ્વારા ‘આપણા શહીદો’ વિષયે વક્તૃત્વ સ્પર્ધા
20/08/2019 00:08 AM Send-Mail
મધુવન ફાઉન્ડેશન દ્વારા સજના તલાવડી પ્રાથમિક શાળા, કરમસદ મુકામે ''આપણા શહીદો'' વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ૧૩ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું આયોજન મધુવન ફાઉન્ડેશનનાં પ્રમુખ વિક્રમભાઈ જોગરાણા અને મધુવન ફાઉન્ડેશનના એજ્યુકેશન પ્રોજેક્ટ એડવાઈઝર ભાવનાબેન બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓએ જુદા જુદા શહીદો વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યું હતું તેમજ જે વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં એક થી ચાર નંબર મેળવ્યા હતા તેમને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક સ્મિતાબેન પંડ્યા તથા કાર્યક્રમના દાતા મનીષાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતાં.

આ સ્પર્ધાને સફળ બનાવવા માટે, શાળાના આચાર્ય જીનેશાબેન શાહ, શિક્ષણગણ તથા વિદ્યાર્થીઓ મધુવન ફાઉન્ડેશનના સભ્યોએ પોતાનું યોગદાન આપ્યું હતું.