Sardar Gurjari

શનિવાર, તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦, ફાગણ સુદ ૬, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૨૫૨

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લા ક્ષેત્રની બેંક ઓફ બરોડા દ્વારા પરામર્શન શિબિર
20/08/2019 00:08 AM Send-Mail
બેંક ઓફ બરોડા એ સાર્વજનિક ક્ષેત્રમાં લોકભાગીદારી પૂરી પાડતી ભારતની બીજા નંબરની બેંક છે. આણંદ જિલ્લામાં બેન્ક ઓફ બરોડાના હાલમાં કાર્યરત વિવિધ શાખાના મેનેજરોની બે દિવસીય કાર્યશાળા તાજેતરમાં ઉમેટા ખાતે યોજાઈ હતી. જેમાં બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને સીએલઓ અર્ચના પાંડે, બેંક ઓફ બરોડા આણંદ ક્ષેત્રના ઉપમહાપ્રબંધક અને ક્ષત્રિય પ્રમુખ આર.કે. પાટીલ, ઉપક્ષેત્રીય પ્રમુખ અરવિંદ વિમલ અને આણંદ જિલ્લા બેંક ઓફ બરોડાની વિવિધ શાખાના મેનેજરોએ હાજરી આપી હતી.

બે દિવસીય કાર્યશાળા બેન્કિંગ ક્ષેત્રે થતી નાણાંકિય લેવડદેવડની કાર્યપ્રણાલી પરવિચાર વિમર્શ તથા આવનાર દિવસોમાં નવી રણનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આવનાર દિવસોમાં બેન્કિંગ ક્ષેત્રે આવનાર પડકારોને ધ્યાનમાં રાખી કેવી રીતે આગળ વધવું તેની રણનીતિ પણ નક્કી કરવામાં આવી હતી.

આ કાર્ય શિબિર દ્વારા સમાજની બેન્કો સાથે સહભાગીદારીતા વધે તે માટેની નવીનકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શાખા સ્તરે બેંકોના હિતોને ધ્યાનમાં રાખી ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવા અને રાષ્ટ્રિય પ્રાથમિકતાઓ તરફ આગળ વધી ભારતના ઐતિહાસિક વિકાસમાં ભાગીદારી વધારવા પણ સૂચનો માંગવામાં આવ્યા હતા.