Sardar Gurjari

મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯, ભાદરવા વદ-૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૯૨

મુખ્ય સમાચાર :
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જીટોડીયા ખાતે બાળ પારાયણ
20/08/2019 00:08 AM Send-Mail
જીટોડીયામાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તાજેતરમાં ત્રિદિવસીય બાળ પારાયણનું આયોજન કરાયું હતું. જેમાં બાળકો દ્વારા ભગવાન સ્વામિનારાયણની દિવ્ય પરાવાણીનો ગ્રંથ વચનામૃત આધારિત કથામૃત વિવિધ સંવાદો તથા નૃત્ય અને વિડિયોનો સૌને લાભ આપવામાં આવ્યો હતો. પારાયણના અંતિમ દિવસે આણંદ મંદિરના કોઠારી પૂજ્ય ભગવત ચરણ સ્વામી તથા આણંદ બાળ પ્રવૃત્તિ સંત નિર્દેશક પૂજ્ય ગોપાળ સ્વામીએ પધારી આશીર્વાદ તથા માર્ગદર્શન આપ્યું હતું. મંદિર દ્વારા કરવામાં આવતી આ પ્રવૃત્તિઓથી બાળકોમાં ધર્મ પ્રત્યે જ્ઞાન તથા સંસ્કારોનું સિંચન કરવામાં આવતું હોવા સહિતનું માર્ગદર્શન અપાયું હતું.