Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ઉમરેઠમાં વીજ કરંટ લાગતા યુવાનનું સ્થળ પર જ મોત
20/06/2019 00:06 AM Send-Mail
ઉમરેઠ શહેરના વડા બજાર ખાતે આજે સાંજના સુમારે વીજ કરંટ લાગતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ઉમરેઠમાં સાંજના સુમારે વરસાદ શરૂ થયો હતો. દરમિયાન વડા બજાર પાસે આવેલા વીજ થાંભલા પાસેથી પસાર થતા સુરેશભાઈ દંતાણી (ઉ. વ. ૩૫)નામના યુવાનને વીજ કરંટ લાગતાં તે થાંભલાએ ચોંટી જવા પામ્યો હતો. તેણે બૂમાબૂમ કરતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને લાકડીની મદદથી તેને થાંભલાથી દૂર કર્યો હતો. ઘટનાની જાણ જીઈબીને કરવામાં આવતા વીજ કર્મીઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વડા બજાર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડા બજારમાં વીજ થાંભલા પાસે તાપથી બચવા માટે લીલી નેટ બાંધવામાં આવી હતી. વરસાદ શરૂ થતાં પાણી નેટ પરથી થાંભલા પર ઉતર્યુ હતુ જેને લઈને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાસ્થળે દોડી આવેલા જીઈબીના કર્મચારીઓએ મરામત્તની કાર્યવાહી હાથ ધરી છે.