Sardar Gurjari

મંગળવાર, તા. ૨૩ જુલાઈ, ૨૦૧૯, અષાઢ વદ ૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૩૮

મુખ્ય સમાચાર :
કાસોરમાં આરપાર દેખાય તેવા ચશ્મા ગીરોથી છોડાવવા માટે
૨ લાખના બદલે ૧૦ લાખ આપવાની લાલચ આપીને ૨ લાખની લૂંટ
ગઈકાલે પોલીસ પર હુમલો કરવાના આરોપસર પકડાયેલા ત્રણ પૈકી બે સહિત ૩ વિરૂદ્ઘ લૂંટનો ગુનો દાખલ કરાયો : બે મહિના પહેલાં કાસોર-મલાતજ રોડ ઉપર ચકલાસીના વ્યક્તિને બોલાવીને લૂંટી લીધો હતો
20/06/2019 00:06 AM Send-Mail
સુરત, અમદાવાદ સહિતના કેટલાક વ્યક્તિઓ ભોગ બન્યા હતા
કાસોર ગામની ખાટલી રાયણ સીમ વિસ્તારમાં રહેતા ધનાભાઈ હિંમતભાઈ તળપદા અને તેમની ટોળી દ્વારા બાદશાહ પીક્ચરમાં શાહરૂખખાન પહેરે છે તે ચશ્મા કે જેનાથી આરપાર રાત્રે પણ દેખાય છે તે ચશ્મા આપવાની લાલચ આપીને કાસોર સીમમાં બોલાવીને લૂંટી લેતા હતા. અગાઉ તેઓએ અમદાવાદ અને સુરતના કેટલાક વ્યક્તિઓનો સંપર્ક કરીને આ રીતે બોલાવી માર મારીને લૂંટી લીધા હતા. જે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આજથી બે મહિના પહેલા કાસોર-મલાતજ રોડ ઉપર આરપાર દેખાય તેવા ગીરો મૂકેલા અજાયબીવાળા ચશ્મા છોડાવવા માટે બે લાખની જરૂરીયાત સામે ચશ્મા વેચીને ૧૦ લાખ આપવાની લાલચ આપીને ચકલાસીના એક વ્યક્તિને બોલાવીને લાકડાના ડંડા બતાવીને ધાકધમકી આપી બે લાખની લૂંટ કરીને ફરાર થઈ જનાર ત્રણ શખ્સો વિરૂધ્ધ સોજીત્રા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ પૈકી બે શખ્સોએ ગઈકાલે અરજીની તપાસ માટે ગયેલી સોજીત્રા પોલીસ ઉપર હુમલો કરીને એક પોલીસ જવાનને માર માર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ચકલાસીના ગમનપુરા ખાતે રહેતા અને ટેમ્પી ચલાવીને ગુજરાન ચલાવતા રઈજીભાઈ જશભાઈ વાઘેલાના આણંદ ખાતે રહેતા મિત્ર રણજીતસિંહ રાઠોડ મારફતે મલાતજ ગામે રહેતા મુકેશભાઈ જલાભાઈ ઠાકોરનો સંપર્ક થયો હતો. જેણે પોતાની પાસે આરપાર અને રાત્રે પણ દેખાય તેવા ચશ્મા છે અને આ ચશ્માની હાલમાં ૨૫ લાખ રૂપિયા કિંમત ઉપજે તેવી છે. જે ચશ્મા બે લાખમાં ગીરો પડ્યા છે.

જો તમે બે લાખ રૂપિયા આપો તો, ગ્રાહક તૈયાર છે, જેથી આ ચશ્મા છોડાવીને વેચીને તમોને ૧૦ લાખ રૂપિયા આપીશું તેવી લાલચ આપી હતી જેથી રઈજીભાઈ લાલચમાં આવી ગયા હતા અને ૨ લાખ રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયા હતા. બે મહિના પહેલાં બપોરના બારેક વાગ્યાના સુમારે રઈજીભાઈને કાસોર-મલાતજ રોડ ઉપર બોલાવતા તેઓ કાર લઈને ત્યાં ગયા હતા. જ્યાં બાઈક પર મુકેશભાઈ જલાભાઈ ઠાકોર, મનોજભાઈ ધનાભાઈ તળપદા અને હર્ષદભાઈ સુરેશભાઈ તળપદા (રે. બન્ને કાસોર)ના આવી ચઢ્યા હતા અને રઈજીભાઈની ગાડીમાંથી બે લાખ રૂપિયા ભરેલી થેલી આંચકીને મુકેશભાઈ ફરાર થઈ ગયો હતો. રઈજીભાઈએ પીછો કરવાનો પ્રયત્ન કરતાં જ મનોજ અને હર્ષદે લાકડાના ડંડા બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને રોકી રાખ્યા હતા. મુકેશ ફરાર થઈ ગયા બાદ બન્ને જણાં પણ બાઈક પર સવાર થઈને ત્યાંથી જતા રહ્યા હતા. આ તરફ આબાદ ઠગાયેલા રઈજીભાઈએ સોજીત્રા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે અરજી લઈને તપાસ હાથ ધરી હતી. અને ગઈકાલે અરજીના કામે તેઓને શોધતા શોધતા કાસોરની ખાટલી રાયણ સીમમાં જતા પોલીસ જવાન જમીરોદ્દીન સમશોદ્દીન ઉપર ધનાભાઈ હિંમતભાઈ તળપદા, મનોજભાઈ ધનાભાઈ તળપદા, હર્ષદભાઈ સુરેશભાઈ તળપદા અને લાલાભાઈએ હુમલો કરીને માર માર્યો હતો અને કાગળો ઝુંટવી લેવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઈને પોલીસ મથકે લઈ ગયા બાદ આજે વિધિવત રીતે લૂંટની ફરિયાદ લઈને કાર્યવાહી હાથ ધરી છે.

આણંદના મેફેર રોડ પરની ૫ દુકાનોના શટર તોડી લાખોની મત્તાની ચોરી

આસોદરના કૃષ્ણગંજમા ત્રાટકેલી ચડ્ડી-બનિયનધારી ગેંગ ત્રણ દુકાનોમાંથી લાખોની મત્તા ચોરી ફરાર

કરમસદ પાલિકા : પ્રમુખની છેડતીની ફરિયાદ સામે કર્મચારીની પ્રમુખપતિએ ધમકી આપ્યાની રાવ

અલારસામાં પત્નીની સામે જોવાની રીસ રાખીને ડંડા-પાઈપોથી હુમલો : ૭ ઘાયલ

પેટલાદમાં બંધ મકાનના તાળાં તોડીને ૮૭ હજારની મત્તાની ચોરી

નડિયાદમાં આવેલ ચિલ્ડ્રન હોમના બાળકો પર સીતમ ગુજારનાર ગાર્ડ સામે આખરે ગુનો દાખલ

ભાનેરમાં પ્રેમલગ્ન કરનારી ભત્રીજીનું અપહરણ કરનાર ફુવાના એક દિવસના રિમાન્ડ

કપડવંજ-મોડાસા રોડ પર બેકાબૂ બનેલી ટ્રકે કારનેે અડફેટે લીધી