Sardar Gurjari

મંગળવાર, તા. ૨૩ જુલાઈ, ૨૦૧૯, અષાઢ વદ ૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૩૮

મુખ્ય સમાચાર :
પર્યાવરણ જાળવણી માટે સીડસ બોલ બનાવવાના સ્વદેશી મશીનનું નિર્માણ
મધુભાન ઓર્ગનિક ફાર્મ દ્વારા શાળા, કોલેજના વિદ્યાર્થીઓની મદદથી ૧ કરોડથી વધુ સીડસ બોલ વિતરણનું આયોજન
20/06/2019 00:06 AM Send-Mail
મધુભાન ઓર્ગનિક ફાર્મ, આણંદ દ્વારા પર્યાવરણને બચાવવા માટે વૃક્ષો રોપવાનું અભિયાન હાથ ધરાયું છે. જેમાં દર વષ્ેર વિવિધ વૃક્ષોના એક કરોડથી વધુ સીડસ બોલ બનાવવા માટે એલિકોન એન્જિનિયરીંગ દ્વારા દેશનું સૌપ્રથમ સ્વદેશી મશીનનું નિર્માણ કરાયું છે. આ મશીન દ્વારા દરરોજ રપ હજાર કરતાં વધુ સીડસ બોલ બનાવવામાં આવશે.

શાળા, કોલેજના વિદ્યાર્થીઓની મદદથી ૧ કરોડથી પણ વધુ સીડસ બોલનું વિતરણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરવાનું આયોજન કરાયું છે. ઉપરાંત ચોમાસાની ઋતુ અંતર્ગત વન વિભાગ દ્વારા વર્ગીકૃત કરાયેલ પડતર અને બિનઉપજાઉ જમીન ઉપર સીડસ બોલથી વાવેતર કરાશે.

આ પ્રસંગે એલિકોન લેડીઝ ફોરમના અધ્યક્ષ તરૂણાબેન પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ પર્યાવરણની સુરક્ષા માટે પ્રયાસો કરી રહ્યું છે ત્યારે આધુનિકકરણથી સૌથી વધુ નુકસાન વૃક્ષોને થઇ રહ્યું છે. વૃક્ષોને આ નુકસાનથી બચાવવા અને ગ્રીન કવર વધારવા માટે સીડસ બોલ ઉત્તમ વિકલ્પ છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર દિલીપ રાણા, વન વિભાગના એમ.એમ.રાજયગુરૂ, વિવિધ શાળા,કોલેજના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાનગરની એસ.પી. યુનિ.માં એડમિશન દરમ્યાન વધુ એક બોગસ માર્કશીટ ઝડપાઈ

વિધાનસભામાં આણંદમાં સિવિલ હોસ્પિટલ અને કાંસ સફાઇ મુદ્દે ધારાસભ્યની રજૂઆત

આણંદ જિલ્લાના પ૦૩ તળાવોમાં મત્સ્ય ઉછેરથી વર્ષ ૪.૭પ કરોડની આવક રળતા ખેડૂતો

આણંદ : ગ્રીડ ચોકડીથી લાંભવેલ તરફેના દાંડી માર્ગના ડિવાઈડરોની આડેધડ કામગીરીથી પરેશાની

બોરસદ પાલિકા દ્વારા આકરી વેરા વસૂલાત : ૩૦૦થી વધુ પાણી કનેકશનો કાપ્યા

ઇન્દિરાનગરી આંગણવાડીના બાળકો જાહેર શૌચાલયની સામે બેસીને ભણવા મજબૂર

આણંદ-ખેડા જિલ્લામાં ૪.૧પ લાખ મા કાર્ડ ધારકો ૬૦૯૧૩ લાભાર્થીઓની સારવાર પેટે ૧૮પ કરોડ ચૂકવાયા

આણંદ : વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે કુંડળધામ દ્વારા સત્સંગ સભા